Maharashtra

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ ક્રૂડ તેલમાં વૃદ્ધિઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.8701 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.10679 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ.32 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિ. (એમસીએક્સ) દ્વારા એક પરિપત્ર મારફત જણાવવામાં આવ્યું છે કે એક્સચેન્જ પર આગામી 21 સપ્ટેમ્બરથી સોનાના મન્થલી ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સ કામકાજ માટે ઉપલબ્ધ  બનશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે સોનાના મિની-ગોલ્ડમાં મન્થલી ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સ હતા અને સોનાના બાય-મન્થલી એટલે કે બે-બે મહિનાના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સ અત્યાર સુધી ઉપલબ્ધ હતા, પરંતુ હવે 21 સપ્ટેમ્બરના રોજથી સોનાના મોટા કોન્ટ્રેક્ટ એટલે કે 1 કિલોગ્રામના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં બે ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ કામકાજ માટે એક્સચેન્જે ઉપલબ્ધ બનાવ્યા છે, જેમાં ઓક્ટોબર અને ડિસેમ્બર ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સનો સમાવેશ થાય છે. અહિંયા એ વાત ધ્યાનમાં  રાખવી જરૂરી છે કે સોનાના વાયદા કોન્ટ્રેક્ટ્સ બે  મહિનાના જ રહેશે, પરંતુ ઓપ્શન્સમાં જ મોટા ગોલ્ડના મન્થલી કોન્ટ્રેક્ટ ઉપલબ્ધ બનશે. બજારના સહભાગીઓની ઘણા સમયથી માગ હતી કે ઓપ્શન્સમાં જો મન્થલી કોન્ટ્રેક્ટ હોય તો વધુ લિક્વિડિટી રહી શકે છે, કારણ કે મન્થલી કોન્ટ્રેક્ટમાં પ્રીમિયમ અડધું થઈ જતું હોય છે. બે મહિનામાં જોખમની માત્રા પણ વધારે રહેતી હોય છે, તેની સરખામણીમાં મન્થલી કોન્ટ્રેક્ટ્સમાં ટાઈમ વેલ્યૂ ઓછી થઈ જાય છે. હાલમાં બજારના સહભાગીઓ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં વિશેષ રસ લઈ રહ્યા હોવાથી સહભાગીઓને સોનાના આ મન્થલી કોન્ટ્રેક્ટ આવવાથી વધુ સુવિધા મળી રહેશે.

એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 2,34,467 સોદાઓમાં કુલ રૂ.19,412.10 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8700.88 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.10679.48 કરોડનો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 80,946 સોદાઓમાં કુલ રૂ.4,491.22 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.50,207ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.50,362 અને નીચામાં રૂ.50,007 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.3 ઘટી રૂ.50,278ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.72 ઘટી રૂ.40,361 અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.5 ઘટી રૂ.5,017ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.50,310ના ભાવે ખૂલી, રૂ.3 ઘટી રૂ.50,351ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.52,872ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.53,650 અને નીચામાં રૂ.52,637 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.356 વધી રૂ.53,502 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.284 વધી રૂ.54,090 અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.274 વધી રૂ.54,171 બોલાઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 31,257 સોદાઓમાં કુલ રૂ.2,604.10 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,863ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.7,034 અને નીચામાં રૂ.6,828 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.51 વધી રૂ.6,984 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.15.50 ઘટી રૂ.640.40 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 557 સોદાઓમાં રૂ.30.85 કરોડનાં કામકાજ થયા હતા. કોટન સપ્ટેમ્બર વાયદો 1 ગાંસડીદીઠ રૂ.36,480ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.36,900 અને નીચામાં રૂ.36,400 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.320 વધી રૂ.36,790ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.4.50 ઘટી રૂ.1009.20 થયો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.31.74 કરોડનાં 464 લોટ્સ ના વેપાર થયા હતા. બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 13,620ના સ્તરે ખૂલી, 23 પોઈન્ટ વધી 13,707ના સ્તરે હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.10,679.48 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.478.54 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.60.11 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.8,813.05 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,326.64 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.258.74 કરોડનું થયું હતું.

સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ સપ્ટેમ્બર રૂ.7,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.185.30 ખૂલી, ઊપરમાં રૂ.273 અને નીચામાં રૂ.185.30 રહી, અંતે રૂ.18.60 વધી રૂ.249.20 થયો હતો. જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર રૂ.700ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.25 ખૂલી, ઊપરમાં રૂ.26.65 અને નીચામાં રૂ.20 રહી, અંતે રૂ.4.15 ઘટી રૂ.23.45 થયો હતો. સોનું સપ્ટેમ્બર રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.271.50 ખૂલી, ઊપરમાં રૂ.299 અને નીચામાં રૂ.237 રહી, અંતે રૂ.10.50 ઘટી રૂ.287.50 થયો હતો. સોનું-મિની સપ્ટેમ્બર રૂ.53,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.41 ખૂલી, ઊપરમાં રૂ.53 અને નીચામાં રૂ.37.50 રહી, અંતે રૂ.5 વધી રૂ.44 થયો હતો. ચાંદી નવેમ્બર રૂ.55,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,390 ખૂલી, ઊપરમાં રૂ.1,677 અને નીચામાં રૂ.1,390 રહી, અંતે રૂ.167 વધી રૂ.1,633 થયો હતો.

આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ સપ્ટેમ્બર રૂ.7,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.316 ખૂલી, ઊપરમાં રૂ.350.60 અને નીચામાં રૂ.238.10 રહી, અંતે રૂ.26.80 ઘટી રૂ.264.30 થયો હતો. જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર રૂ.600ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.19 ખૂલી, ઊપરમાં રૂ.28.05 અને નીચામાં રૂ.19 રહી, અંતે રૂ.6.40 વધી રૂ.25.75 થયો હતો. સોનું સપ્ટેમ્બર રૂ.49,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.198 ખૂલી, ઊપરમાં રૂ.200 અને નીચામાં રૂ.143 રહી, અંતે રૂ.4 ઘટી રૂ.150.50 થયો હતો. ચાંદી નવેમ્બર રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.945 ખૂલી, ઊપરમાં રૂ.1,080 અને નીચામાં રૂ.875 રહી, અંતે રૂ.4 વધી રૂ.919 થયો હતો. સોનું-મિની સપ્ટેમ્બર રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.399 ખૂલી, ઊપરમાં રૂ.450 અને નીચામાં રૂ.356 રહી, અંતે રૂ.6 ઘટી રૂ.381.50 થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *