Maharashtra

હવે પહેલાં કરતા સારું અનુભવ કરી રહ્યો છું ઃ ડેવિડ ધવન

મુંબઈ
ડિરેક્ટર ડેવિડ ધવન ઘરે પરત ફર્યા છે. ડેવિડ ધવને પોર્ટલને કહ્યું, “હું વધુ સારું અનુભવી રહ્યો છું.” ઇટાઇમ્સે તેના સારા મિત્ર, નિર્માતા રતન જૈન સાથે પણ વાત કરી, જેમણે ડેવિડના સ્વાસ્થ્ય વિશે વિગતવાર માહિતી આપી. જૈને કહ્યું, “ડેવિડ ધવન હવે સ્વસ્થ છે. તે હવે ઘરે રહીને સ્વસ્થ થઈ રહ્યો છે.” ડેવિડ ધવન ડાયાબિટીસની બીમારી કારણે પહેલીવાર હોસ્પિટલમાં દાખલ નથી. આ પહેલા પણ તેમને ડાયાબિટીસના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેને હાઈ લેવલ ડાયાબિટીસ છે. તે સમયે કહેવામાં આવ્યું હતું કે તેમની તબિયત ખૂબ જ ખરાબ થઈ શકે છે, જેના કારણે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તે દરમિયાન વરુણ ધવન પણ ‘જુગ જુગ જિયો’ના પ્રમોશનમાં વ્યસ્ત હતો અને તે પ્રમોશન અધવચ્ચે છોડીને પિતા સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો. ડેવિડ ધવન થોડા દિવસો પહેલાં જ વરુણ ધવન સાથે ‘જુગ જુગ જિયો’ના પ્રમોશનમાં જાેડાયો હતો. આ દરમિયાન પિતા-પુત્ર બંનેએ ફિલ્મના પંજાબી ગીત પર ડાન્સ કરતા નજર આવ્યાં હતા. વીડિયો શેર કરતા વરુણ ધવને લખ્યું કે, ‘મારા પિતા સાથે ફેમ સ્ટેપ કરવાની મજા આવી. વેડિંગ સોંગ નચ પંજાબન હવે બહાર છે તમારી રીલ્સ તમારા પરિવાર અથવા નજીકના લોકો સાથે મોકલો. ઈંજગ જુગ જિયો.’ફિલ્મ નિર્માતા અને એક્ટર વરુણ ધવનના પિતા ડેવિડ ધવન એક દિવસ પહેલા જ ગંભીર રીતે બીમાર થઈ ગયા હતા. ડેવિડને ડાયાબિટીસની બિમારીને કારણે સ્વાસ્થ્ય પર અસર પડી હતી જેને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. પરંતુ, સારવાર બાદ ડેવિડને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી અને હવે તે પોતાના ઘરે આવી ગયા છે. ઘરે પહોંચીને ડેવિડે કહ્યું કે તે સ્વસ્થ થઈ ગયો છે. જાેકે, તેમણે એ નથી જણાવ્યું કે તેમને કઈ બીમારી થઇ હતી કે જે માટે તેમને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. તેના મિત્ર અને નિર્માતા રતન જૈને પણ ડેવિડની હેલ્થ અપડેટ આપી હતી.

Entertainment-Film-Diractor-David-Dhavan-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *