Maharashtra

હૃતિક રોશન અને દિપિકાની ફિલ્મ ફાઈટરની રિલીઝ ડેટ બદલાશે

મુંબઈ
હૃતિક રોશન અને દીપિકા પાદુકોણની આગામી ફિલ્મ ‘ફાઇટર’ ઘણા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મમાં બંને પહેલીવાર એકબીજા સાથે કામ કરી રહ્યા છે. પરંતુ આ ફિલ્મને લગતા એક સમાચાર સામે આવી રહ્યા છે. જે મુજબ તેની રીલીઝ આગળ વધે તેવી શક્યતા દેખાઈ રહી છે. કેટલીક ફિલ્મો વિશે વિગતો આપતા, ટ્રેડ વિશ્લેષક તરણ આદર્શે જણાવ્યું હતું કે, ફાઈટર ફિલ્મની નવી તારીખે શિફ્ટ થવાની શક્યતા છે. કારણ કે પઠાણ અને ફાઈટર બંનેનું નિર્દેશન સિદ્ધાર્થઆનંદ દ્વારા કરવામાં આવ્યું છે. તેહરાન – જાેહન અબ્રાહમ અભિનીત – કદાચ નવી તારીખ જાેવા મળી શકે છે. કારણ કે પઠાણ અને તેહરાનને બોક્સ ઓફીસ પર ટકરાતા જાેવા માંગતા નથી. દીપિકા અને રિતિકને મોટા પડદા પર એકસાથે જાેવા માટે ચાહકો પણ ખૂબ જ ઉત્સાહિત છે. તેની આગામી ફિલ્મ ‘ફાઇટર’નું નિર્દેશન સિદ્ધાર્થ આનંદ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેણે અગાઉ ‘વોર’ ફિલ્મથી ધૂમ મચાવી હતી. આ ફિલ્મમાં હૃતિક રોશન પણ લીડ રોલમાં જાેવા મળ્યો હતો પરંતુ તેની સાથે ફિલ્મમાં ટાઈગર શ્રોફ પણ હતો. ઘણા સમયથી દીપિકા પાદુકોણ અને રિતિક રોશનના ચાહકો ઈચ્છતા હતા કે, બંને એક ફિલ્મમાં સાથે કામ કરે અને ચાહકોની આ ઈચ્છા ફિલ્મ ‘ફાઈટર’ સાથે પૂરી થઈ જશે. બંને મોટા સ્ટાર્સ એક ફિલ્મમાં જાેવા મળશે. જેના પરથી એક વાત નક્કી છે કે આ ફિલ્મ પણ સુપર ડુપર હિટ સાબિત થવાની છે. દીપિકાએ થોડા દિવસો પહેલા કહ્યું હતું કે, ‘હું અમારી સરખામણી અન્ય કોઈ સાથે કરવાનું પસંદ નહીં કરું, કારણ કે મને લાગે છે કે અમે અમારી કેટલીક અનોખી કળાને તેમાં લાવી શકીએ છીએ. તે (રિતિક રોશન) એક અદ્ભુત અભિનેતા છે. ચાહકો અને દર્શકો ઘણા સમયથી જાણવા માંગતા હતા કે અમે સાથે ક્યારે ફિલ્મ કરીશું.કોરોના મહામારી પછી ઘણી ફિલ્મો રિલીઝ થઈ રહી છે. વર્ષ ૨૦૨૨ સંપૂર્ણ રીતે રિલીઝ તારીખોથી ભરેલું છે. જાે તમે એક નજર નાખો, તો તમને ખબર પડશે કે લગભગ દરેક સ્ટાર તેમની ફિલ્મો રિલીઝ કરવા માટે તૈયાર છે. આ વર્ષે દર્શકો એક પછી એક ઘણી ફિલ્મો જાેવાના છે. અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ રિલીઝ થયા બાદ સતત ફિલ્મો રિલીઝ થઈ રહી છે. ‘પુષ્પા’ પછી ‘ભીમલા નાયક’ અને ત્યારબાદ ‘વલીમાઈ’. કોરોના મહામારીને કારણે ઘણી ફિલ્મો રિલીઝ થઈ શકી નથી જેની તારીખો પણ લંબાવવામાં આવી હતી. પરંતુ હવે એક પછી એક ફિલ્મો રિલીઝ થઈ રહી છે અને આ લિસ્ટમાં રિતિક રોશન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ફાઈટરનું નામ પણ સામેલ છે.

Fighter-Film-Hrithik-Roshan-Deepika-Padukon-Star-Casted.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *