મુંબઈ
અભિનેત્રી અથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલના અફેરની વાતો સામાન્ય રીતે થતી જ હોય છે, પરંતુ હવે લાગી રહ્યું છે કે અથિયા અને રાહુલે લગ્નના બંધનમાં બંધાવવાનું નક્કી કરી લીધું છે. અહેવાલો અનુસાર, અથિયા અને કેએલ રાહુલ હવે લગ્ન કરવા માટે તૈયાર છે અને તેઓ આગામી ટૂંક સમયમાં લગ્ન કરી શકે છે. અથિયા શેટ્ટી અને કેએલ રાહુલ આગામી ત્રણ મહિનામાં લગ્ન કરી શકે છે. અથિયા શેટ્ટીએ જણાવ્યું કે, અથિયા અને કેએલ રાહુલ ત્રણ વર્ષ કરતાં વધુ સમયથી ડેટ કરી રહ્યા છે અને બન્ને આગામી ત્રણ મહિનામાં લગ્નના બંધનમાં બંધાઇ જશે. લગ્નની તૈયારીઓ પુરજાેશમાં ચાલી રહી છે. હાલમાં રાહુલના માતા-પિતાએ મુંબઇમાં અથિયાના પેરેન્ટ્સ સથે મુલાકાત કરી હતી. અથિયા અને રાહુલ બન્ને પેરેન્ટ્સ સાથે નવું ઘર પણ જાેવા ગયા હતા. જ્યાં તેઓ લગ્ન પછી શિફ્ટ થવાના છે. કપલનું વેડિંગ આગામી ત્રણ મહિનામાં મુંબઇમાં જ યોજાશે. બન્ને પરિવારો માટે આ ભવ્ય સેલિબ્રેશન હશે. અથિયા પોતે લગ્નની તમામ તૈયારી પર નજર રાખી રહી છે. નોંધનીય છે કે, અગાઉ પણ રાહુલ અને અથિયા ડિસેમ્બરમાં લગ્ન કરશે તેવી વાતો ચર્ચાઇ હતી. હવે તાજા અહેવાલો જાેતાં લાગી રહ્યું છે કે તેઓ ૨૦૨૨માં નવા સફરની શરૂઆત કરી શકે છે. અથિયા અને કેએલ રાહુલની વાત કરીએ તો, ઘણી વખત બન્ને એક-બીજા પર પ્રેમ વરસાવતાં જાેવા મળતાં હોય છે. અથિયા અને કેએલ રાહુલ એકબીજાની તસવીરો શેર કરીને પોતાની રિલેશનશિપ કન્ફોર્મ કરે છે. હવે બન્નેના ફેન્સ પણ રાહ જાેઇ રહ્યા છે કે તેઓ ક્યારે લગ્નના બંધનમાં બંધાશે.


