Maharashtra

અભિનેત્રી જેક્વેલિનને આખરે અબુ ધાબી જવાની મંજૂરી મળી

મુંબઈ
મહિનાઓની મહેનત બાદ જેક્વેલિને કોર્ટમાંથી દેશની બહાર જવા માટે પરમિશન મેળવી લીધી છે. ૩૧ મેથી ૬ જૂન એટલે કે સાત દિવસ માટે તે દેશની બહાર જઈ શકશે. જેક્વેલિને અબુ ધાબીમાં ઈન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ્‌સમાં હાજરી આપવા માટે મંજૂરી માગી હતી. આ ઉપરાંત તેણે યુએઈ, ફ્રાન્સ અને નેપાલ વિઝિટ માટે પણ સમય માગ્યો હતો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમે હજુ જેક્વેલિનને ક્લીન ચીટ આપી નથી. અગાઉ અનેક વખત તેના સ્ટેટમેન્ટ લેવાયા છે અને ભવિષ્યમાં પણ જરૂર પડી શકે છે. આ સ્થિતિને ધ્યાને રાખી દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે તેને ૩૧ મેથી ૬ જૂન દરમિયાન દેશની બહાર જવા માટે પરમિશન આપી છે. રૂ.૨૦૦ કરોડનું મની લોન્ડરિંગ કૌભાંડ આચરનારા સુકેશ અને શ્રીલંકન મૂળની જેક્વેલિનની અતરંગ તસવીરો બહાર આવી હતી. પાછલા મહિને ઈડીની ટીમે જેક્વેલિન પાસેથી સાત કરોડની ગિફ્ટ અને પ્રોપર્ટી પણ જપ્ત કરી હતી.દેશમાં અનેક લોકો સાથે મોટી ઠગાઈ આચરનારા ઠગ સુકેશ ચક્રવર્તીની ધરપકડ થયા બાદ જેક્વેલિન વિવાદમાં ફસાઈ હતી. કૌભાંડી સુકેશ સાથે જેક્વેલિનને ફ્રેન્ડશિપ હોવાનું બહાર આવ્યું હતું અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની તપાસ દરમિયાન જેક્વેલિને સુકેશ પાસેથી રૂ.૭ કરોડની ગિફ્ટ લીધી હોવાના પુરાવા મળ્યા હતા. ગુનાહીત રીતે એકઠા કરેલા નાણામાંથી લાભ લેવા બદલ જેક્વેલિનની મુશ્કેલી વધી હતી. તેના દેશ છોડીને જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

jacqueline-fernandez.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *