Maharashtra

અભિનેત્રી લીલા મિશ્રાની મૃત્યુ તિથિએ દેશવાસીઓએ યાદ કર્યા

મુંબઈ
અભિનેત્રી હોવા છતાં તેણે ક્યારેય મોટા પડદા પર કોઈ હીરો સાથે રોમાન્સ નથી કર્યો. ૧૮ વર્ષની ઉંમરથી તેણે હીરોની માતા અને કાકી જેવા પાત્રો કરવા માંડ્યા. જાે કે તેની પાછળ એક ખૂબ જ રસપ્રદ કારણ છે. તેનો પ્રથમ પ્રોજેક્ટ રદ થયા પછી, લીલાને તેની પ્રથમ ફિલ્મમાં ભિખારીની ભૂમિકાની ઓફર કરવામાં આવી હતી. આ ફિલ્મ ખુદ કોલ્હાપુરના મહારાજાની કંપની બનાવી રહી હતી. જાે કે, લીલા મિશ્રાને આ ફિલ્મ પણ મળી ન હતી, કારણ કે એક દ્રશ્યમાં લીલાએ અભિનેતાની આસપાસ હાથ મૂકીને એક રોમેન્ટિક સીન કરવાનો હતો અને લીલાએ આ સીન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. સન્માન નામની બીજી ફિલ્મમાં પણ તેને આવી જ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. તેને અભિનેતા શાહુ મોડકની સામે મુખ્ય અભિનેત્રી તરીકે કાસ્ટ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં પણ તેણે મુખ્ય અભિનેતાને ગળે લગાડવો પડ્યો હતો. જાેકે, આ વખતે પણ લીલા પોતાની જીદ પર અડગ રહી અને તેણે રોમાન્સ કરવાની ના પાડી દીધી. કંપની કાયદેસર રીતે લીલાને ફિલ્મમાંથી બાકાત કરી શકતી ન હોવાથી, તેમણે મુખ્ય અભિનેતા શાહુ મોડકની માતાની ભૂમિકા ભજવવા માટે લીલાને પસંદ કરી અને ૧૮ વર્ષની નાની ઉંમરે, તેણે ઓન-સ્ક્રીન માતાની ભૂમિકા ભજવવાનું શરુ કરી દીધું. તેની કારકિર્દીની શરૂઆત કરી. લીલા મિશ્રાને મામા શિંદે નામના વ્યક્તિએ શોધી હતી જે દાદાસાહેબ ફાળકે સાથે કામ કરતા હતા. તેણે લીલાના પતિને તેમજ તેને ફિલ્મોમાં કામ કરવા માટે સમજાવ્યા. તે દિવસોમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મહિલા કલાકારોની ભારે અછત હતી. જે તે સમયે મળેલા પગાર પરથી સ્પષ્ટ થાય છે. તે સમયે લીલાના પતિ રામ પ્રસાદ મિશ્રાને દર મહિને ૧૫૦ રૂપિયા મળતા હતા, જ્યારે લીલા મિશ્રાને ૫૦૦ રૂપિયા આપવામાં આવતા હતા.બોલિવૂડની જાણીતી ફિલ્મ શોલેમાં બસંતીની ‘માસી’નો રોલ કરનાર અભિનેત્રી લીલા મિશ્રાની આજે પુણ્યતિથિ છે. લીલા મિશ્રાનું ૧૭ જાન્યુઆરી, ૧૯૮૮ના રોજ ૮૦ વર્ષની વયે અવસાન થયું હતું. માત્ર ૧૨ વર્ષની ઉંમરે, લીલા મિશ્રાના લગ્ન રામ પ્રસાદ મિશ્રા સાથે થયા હતા, જેઓ પહેલાના જમાનાની મૂંગી ફિલ્મોના કલાકાર હતા.

Lila-Mishra-Actress-Famous-Rall-Maa-in-Films.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *