Maharashtra

આર્યન ખાન નાઇટ ક્લબમાં દારૂ પીતો જાેવા મળ્યો

મુંબઈ
બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન જ્યારથી ડ્રગ્સ કેસમાં ફસાયો છે. સોશિયલ મીડિયા પર લોકોની નજર તેના પર રહે છે. તેને આ કેસમાં ક્લીન ચિટ પણ મળી ચુકી છે પરંતુ આજે પણ તેને કોઈ કારણને લીધે ટ્રોલ કરવામાં આવે છે. ગવે આર્યનનો એક વીડિયો ઇન્ટરનેટ પર વિવાદોમાં આવી ગયો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આર્યને કોઈ નાઇટ ક્લબમાં જઈને દારૂ પીધો છે. આ વીડિયો ઘણા લોકો શેર કરી રહ્યાં છે. હકીકતમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યનનો આ વીડિયો ખુબ શેર થઈ રહ્યો છે. આ વીડિયોમાં આર્યન ખાન ભીડની વચ્ચે નાઇટ ક્લબમાં જાેવા મળી રહ્યો છે. તેણે બ્લેક કલરની ટી-શર્ટ પહેરી છે અને ચહેરા પર બ્લેક માસ્ક લગાવ્યું છે. આ વીડિયોમાં જાેવા મળી રહ્યું છે કે તે પોતાનું માસ્ક નીચુ કરે છે અને સામે કાઉન્ટર પર રાખેલો દારૂનો ગ્લાસ ઉઠાવીને પી જાય છે. તે ફરી પોતાનું માસ્ક ઉપર કરે છે અને ત્યાંથી જતો રહે છે. આર્યનની સાથે આ વીડિયોમાં કેટલાક અન્ય લોકો પણ જાેવા મળી રહ્યાં છે. તમે પણ જુઓ આર્યન ખાનનો વાયરલ વીડિયો. જશ્ન ભર્યા માહોલમાં ડ્રિંક કરતો આર્યન ખાનનો વીડિયો જાેઈ ઘણા લોકો નારાજ થઈ ગયા છે. વીડિયો પર મળી રહેલી કોમેન્ટમાં લોકોનું કહેવું છે કે આર્યન રેવ પાર્ટીમાં પકડાયો હતો, ત્યારબાદ તે ડ્રગ્સ કેસમાં ફસાયો હતો. ક્લીન ચિટ મળ્યા બાદ પણ તે નશામાં ડૂબનારી વસ્તુનું સેવન કેમ કરી રહ્યો છે? તો કેટલાક લોકોનું કહેવું છે કે આ તેનો અંગત ઈચ્છે છે, જેની રિસ્પેક્ટ કરવી જાેઈએ.

File-01-Page-25.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *