Maharashtra

કાજલ અગ્રવાલ ત્રણ વર્ષની મહેનત બાદ તલવાર બાજી શીખી

મુંબઈ
સામાન્ય રીતે ફિલ્મોમાં સોફ્ટ અને ગ્લેમરસ રોલમાં દેખાતી કાજલ અગ્રવાલ રીઅલ લાઈફમાં રફ અને ટફ પણ બની શકે છે. કાજલ અગ્રવાલનો તલવારી બાજી કરતો વીડિયો બહુ ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કાજલ અને તેના જીમ ટ્રેનર કલરીપયટ્ટુની પ્રેક્ટિસ કરી રહ્યા છે. સૌથી પહેલા કાજલ જીમમાં બોડી સ્ટ્રેચ કરે છે અને બાદમાં દંડ ચલાવવાની પ્રેક્ટિસ કરે છે. બાદમાં તે ઢાલ અને તલવાર લઈને ટક્કર આપી રહી છે. ત્રણ વર્ષની મહેનત બાદ કાજલ અગ્રવાલ કલરીપયટ્ટુમાં આ તબક્કે પહોંચી છે. કાજલ અગ્રવાલે વીડિયો શેર કરતાં લખ્યુ હતું કે, કલરીપયટ્ટુ ઈન્ડિયન માર્શલ આર્ટનું બહુ જૂનું ફોર્મ છે. શાઓલિન, કુંગ ફૂ, કરાટે, ટેક્વાન્ડો જેવી કલાનો ઉદભવ તેમાંથી થયો છે. કલરીપયટ્ટુને ગોરિલ્લા યુદ્ધમાં ઉપયોગી ગણાય છે. તેની પ્રેક્ટિસથી શારીરિક અને માનસિક શક્તિ મળે છે. હું પાછલા ત્રણ વર્ષથી તેને શીખી રહી છું. કાજલ અગ્રવાલનો આ વીડિયો ઝડપથી વાઈરલ થયો હતો અને તેના પર કોમેન્ટ્‌સ શરૂ થઈ ગયા હતા. ગૌતમ કીચલુ સાથે મેરેજ બાદ કાજલ અગ્રવાલે લાંબા સમયનો બ્રેક લીધો હતો. દીકરીના જન્મ બાદ પણ તે ફિલ્મોથી દૂર રહી હતી. હવે કાજલ કમબેકની તૈયારી કરી રહી છે ત્યારે આ વીડિયોથી તેને જાેરદાર રિસ્પોન્સ મળ્યો છે.

Page-42.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *