Maharashtra

નવાઝુદ્દીન સિદ્દીકી સાથે કામ કરવું એક સુખદ અનુભવ છે ઃ સુધીર મિશ્રા

મુંબઈ
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અનેક વર્ષો સુધી સ્ટ્રગલ કર્યા બાદ, નવાઝુદ્દીન સિદ્દીકી ભારત સહિત વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. પાત્ર કોઈપણ હોય પરંતુ નવાઝ તેમના આગવા અભિનયથી દરેક પાત્રને ચાર ચાંદ લગાવી દે છે. નવાઝના કો-એક્ટર્સ અને ફિલ્મમેકર્સ નવાઝના વખાણ કરતા થાકતા નથી. બે વર્ષ પહેલા રિલીઝ થયેલી અને વિશ્વ ફલક સુધી પહોંચેલી ફિલ્મ ‘સિરિયસ મેન’ના ડિરેક્ટર સુધીર મિશ્રાએ તેમના જૂના અનુભવ વાગોળવાની સાથે નવાઝના વખાણ કર્યા હતા. સુધીર મિશ્રાએ કહ્યું હતું કે, મેં મારા કરિયરમાં ઘણા બધા એક્ટર્સ સાથે કામ કર્યું છે પરંતુ નવાઝ સાથે કામ કરવાનો અનુભવ કંઈક અલગ જ છે. નવાઝ જ્યારે ફિલ્મનું શૂટિંગ કરતો હોય છે ત્યારે તે પોતાની જાતને ડિરેક્ટર્સના હાથમાં સોંપી દે છે અને ફક્ત ડિરેક્ટરની સૂચનાનું પાલન કરે છે. તેનામાં ભરપૂર ટેલેન્ટ છે અને અનેકવાર નવાઝ એવું કંઈક કરી બેસે છે જેની કલ્પના ખુદ નવાઝને કે ડિરેક્ટરને પણ નથી હોતી. નવાઝ સાથે કામ કરવું એ કોઈ પણ ડિરેક્ટર માટે સુવર્ણ તક છે. સારા એક્ટરની સાથે નવાઝ સારો વ્યક્તિ પણ છે અને તેની સાથે કામ કરવાથી હંમેશા પોઝિટિવ ફીલિંગ આવે છે અને આ અનુભવ ફિલ્મ મેકિંગની પ્રક્રિયાને આસાન બનાવે છે. આ સાથે જ તેમણે ઉમેર્યું હતું કે, નવાઝની મહેનત રંગ લાવી છે. તે સતત મહેનત કરતો રહ્યો છે અને તેના કારણે જ તે સફળ થઈ શક્યો છે. હું નામ નહીં લઉં પણ ઈન્ડસ્ટ્રીમાં ઘણાં આળસુ લોકો મેં ઘણાં જાેયા છે અને ટેલેન્ટ હોવા છતાં તેઓ જાતે જ તેમના પગ પર કુહાડી મારે છે. નવાઝની આગામી ફિલ્મની વાત કરીએ તો, નવાઝ ‘હડ્ડી’ નામની ફિલ્મમાં નજર આવવાના છે. જેમાં તેઓ ડબલ રોલમાં છે અને મહિલા તેમજ કિન્નરનું પાત્ર ભજવવા છે.

Page-41.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *