Maharashtra

ગોવિંદાના ભાણાએ ઈન્ડસ્ટ્રીમાં આવતા પહેલા પોતાનું નામ બદલ્યું હતું

મુંબઈ
બોલિવૂડમાં એન્ટ્રી લેતા પહેલા અનેક એક્ટર્સ તેમનું નામ બદલતા હોય છે અને કોઈ ટ્રેન્ડિંગ અથવા ફંકી નેમ તેમજ સરનેમ ધારણ કરે છે. આવું જ કંઈક ગોવિંદાના ભાણા અને ફેમસ કોમેડિયન કૃષ્ણા સાથે પણ બન્યું છે. હોસ્ટ મનીષ પોલ સાથેના પોડકાસ્ટ દરમિયાન કૃષ્ણાએ તેનું નામ નક્કી કરવા પાછળની સ્ટોરી શેર કરી હતી. કૃષ્ણાએ કહ્યું હતું કે, મારી માતા ઈન્ડસ્ટ્રી લિજન્ડ અમિતાભ બચ્ચનની ફેન હતી અને તેમના પુત્રના નામની જેમ જ તેનું નામ પણ અભિષેક રાખવામાં આવ્યું હતું અને મારુ રિયલ નામ અભિષેક શર્મા છે અને જુનિયર બચ્ચનના કારણે જ તેને તેનું નામ બદલવું પડ્યું હતું.જયારે મેં બોલિવૂડમાં પ્રવેશ કર્યો ત્યારે પહેલાથી જ અભિષેક નામનો એક એક્ટર હતો અને તે સમયે વેબસાઈટ્‌સ ટ્રેન્ડમાં હતી. જયારે પણ કોઈ ઈન્ટરનેટ પર અભિષેક લખતું તો તરત જ અભિષેક બચ્ચનનું નામ અને ફોટા સામે આવતા હતા. એટલે જ મને કહેવાયું કે, આ નામ બદલવું પડશે. મેં ઘણું વિચાર્યું અને કૃષ્ણા અભિષેક નામ ધારણ કર્યું. અત્યાર સુધી કૃષ્ણા અનેક બોલિવૂડ ફિલ્મનો હિસ્સો રહી ચુક્યો છે પરંતુ તેને તેમાં બહુ સફળતા મળી નથી. અત્યારે આ ટેલેન્ટેડ એક્ટર કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો’માં વિવિધ બોલિવૂડ એક્ટર્સની મિમિક્રી કરે છે અને શો સાથે લાંબા સમયથી જાેડાયેલ છે. આ સાથે જ, તે વિવિધ શો પણ હોસ્ટ કરી રહ્યો છે અને તેને ફિલ્મ કરતા ટીવી ક્ષેત્રે વધુ સફળતા મળી છે.

India-Bollywood-Film-Actor-Krishna-Abhishekh.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *