મુંબઈ
જ્હાન્વી કપૂરે વર્ષ ૨૦૧૮માં ફિલ્મ ધડકથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ પછી જ્હાન્વીએ થોડો બ્રેક લીધો અને તે ફરીથી વર્ષ ૨૦૨૦માં ફિલ્મ ઘોસ્ટ સ્ટોરીઝમાં જાેવા મળી. તે જ વર્ષે જ્હાન્વીની ફિલ્મ ગુંજન સક્સેના રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં જ્હાન્વીનું કામ ખૂબ જ પસંદ આવ્યું હતું. જ્હાનવીની ફિલ્મ રૂહી કોવિડ દરમિયાન ૨૦૨૧માં ફરી રીલિઝ થઈ હતી. આ ફિલ્મમાં હોરર કોમેડી જ્હાન્વીની એક્ટિંગમાં ઘણો બદલાવ જાેવા મળ્યો હતો. જ્હાન્વીની એક્ટિંગને ક્રિટિક્સ તરફથી સારો રિસ્પોન્સ મળ્યો.


