Maharashtra

દાદર-મટુંગા વચ્ચે એક્સપ્રેસ ટ્રેન એકબીજા સાથે ટકરાતા અકસ્માત સર્જાયો

મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં ગદગ એક્સપ્રેસ અને પુડુચેરી એક્સપ્રેસ ટ્રેન સામસામે આવી ગઇ હતી. દાદર અને મટુંગા વચ્ચે એક જ ટ્રેક પાસે ચેજિંગ દરમિયાન આ ૨ ટ્રેન સામ-સામે ટકરાઇ હતી. ટ્રેનોના ડબ્બા પરસ્પર ટકરાતા ઓવર હેડ વાયર તૂટી ગયા અને જેના લીધે મોટો ધડાકો સંભળાયો હતો. જાેકે બંને ટ્રેનોની સ્પીડ ખૂબ જ ઓછી હતી. એટલા માટે અત્યાર સુધી કોઇપણ નુકસાનની જાણકારી પ્રાપ્ત થઇ નથી. શરૂઆતી જાણકારી અનુસાર ટ્રેક બદલતી વખતે બે એક્સપ્રેસ ટ્રેનોના ડબ્બા એકબીજા સાથે ટકરાયા જેના લીધે પાટા પરથી ડબ્બા ઉતરી ગયા. અત્યાર સુધી પ્રાપ્ત જાણકારી અનુસાર આ અકસ્માત લગભગ ૨૧ઃ૪૫ વાગે સજાર્યો હતો. આ અકસ્માત મટુંગા રેલવે સ્ટેશન પાસે જ થયો છે. તેના લીધે હાલ લોકલ ટ્રેનોની અવરજવર પર અસર પડી રહી છે.

Train-Accident.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *