Delhi

નમાજ પઢનારાઓને હવે ૨૫ રૂપિયા આપવા પડશે , મુસ્લિમોએ જવાનું બંધ કરી દીધું

નવીદિલ્હી
નમાજ પઢવા માટે પણ આપવા પડશે રૂપિયા તો મુશ્લીમોએ ત્યાં જવાનું જ ટાળી દીધું . આવું બીજે ક્યાય નહિ પણ દેશની રાજધાની દિલ્હીમાં જ જાેવા મળ્યું. દિલ્હીના ફિરોજશાહ કોટલામાં નમાજ પઢનારાઓને હવે ૨૫ રૂપિયા આપવા પડશે ત્યારે તે અંદર જઇને નમાજ પઢી શકશે. આ પહેલાં કોટલામાં બનેલી મસ્જિદમાં નમાજ પઢવા માટે ટિકિટ લેવાની જરૂર ન હતી. પહેલાં ત્યાં ફક્ત ફરનારા લોકો માટે જ ટિકિટ લાગતી હતી. મુસ્લિમ ધર્મના લોકો દર શુક્રવારે જુમ્માની નમાજ પઢવા માટે ખૂબ મોટી સંખ્યામાં આવે છે પરંતુ જ્યારથી નમાજ પઢનારાઓને પણ ટિકિટ લેવાનું ફરમાન આવ્યું છે, ત્યારથી નમાજ પઢનારાઓની સંખ્યામાં પણ ખૂબ ઘટાડો આવ્યો છે. જાેકે આ ર્નિણય આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડીયાએ એટલા માટે લીધો છે, કારણ કે કોટલા એક ઐતિહાસિક ઇમારત છે અને તેની દેખરેખની જવાબદારી પણ તેની પાસે છે. આ પહેલાં ઘણી મોટી સંખ્યામાં લોકો આવતા અને ઘણીવાર ભીડના લીધે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ ઉપરાંત આ ર્નિણય એટલા માટે પણ લેવામાં આવ્યો છે કારણ કે લોકોનું કહેવું હતું કે જ્યારે સામાન્ય પર્યટક અહીં પૈસા આપીને આવે છે તો ફક્ત નમાજ પઢનારાઓને તેમાંથી છૂટ કેમ આપવામાં આવે. જાે તે નમાજ પઢવા માંગે છે તો ટિકિટ લઇને આવે અને નમાજ પઢીને જાય. જાેકે કોટલામાં નમાજ પઢનારા મુસ્લિમ સમુદાયના લોકો આ ર્નિણયથી નારાજ છે. નમાજ પઢવા આવેલા મોહંમદ ઉમરે જણાવ્યું છે કે તે ગત વર્ષથી અહીં નમાજ પઢવા આવી રહ્યા છે અને અત્યારથી પહેલાં ટિકિટ લાગતી ન હતી. પરંતુ હવે ટિકિટ લાગતાં આ નવા ર્નિણયથી તેમને સમસ્યા થશે. આ સમસ્યા તે લોકોને પણ થશે જે ખૂબ ગરીબ છે. જાેકે છજીૈંએ કોઇને નમાજ પઢવા પર પ્રતિબંધ લગાવ્યો નથી અને લોકો ટિકિટ લઇને નમાજ પઢવા પણ આવી રહ્યા છે. પરંતુ ૨૫ રૂપિયા ટિકિટ શરૂ કરી તે પહેલાંની સંખ્યામાં ખૂબ ઓછા લોકો પહોંચ્યા અને ર્નિણય ફક્ત એટલા માટે લેવામાં આવ્યો છે, જેથી કોઇપણ પ્રકરનો ભેદભાવ ન રહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *