મુંબઈ
ઓગસ્ટ મહિનામાં અક્ષય અને આમિરની ફિલ્મો વચ્ચે ટક્કરના રિપોર્ટ્સ બાદ હવે અજય અને અક્ષયની ફિલ્મો વચ્ચે બોક્સ ઓફિસ પર સીધી ટક્કર થવાની છે. અજય દેવગણની અપકમિંગ કોમેડી થેન્ક ગોડના મેકર્સે એનાઉન્સ કર્યું છે કે, આ ફિલ્મ આ વર્ષે દિવાળી પર રિલિઝ થવાની છે. ફિલ્મમેકર ઈન્દરકુમારે ડાયરેક્ટ કરેલી આ ફિલ્મમાં અજયની સાથે સિદ્ધાર્થ મલહોત્રા અને રકુલ પ્રીત સિંહ છે. પ્રોડક્શન બેનર ટી સિરિઝ દ્વારા સોશિયલ મીડિયા પર આ અંગે એનાઉન્સમેન્ટ થઈ હતી. અગાઉ અક્ષય કુમારની ફિલ્મ રામસેતુ ૨૦૨૨માં દિવાળી પર રિલિઝ થવાની એનાઉન્સમેન્ટ થઈ હતી. હવે અજયની ફિલ્મ પણ આ જ દિવસે આવી રહી હોવાથી બે મોટા સ્ટાર્સ અને બિગ બજેટ ફિલ્મ વચ્ચે ટક્કર જાેવા મળશે. રિસેન્ટલી આમિરખાનની ફિલ્મ લાલસિંહ ચઢ્ઢા સાથે અક્ષયકુમારની ફિલ્મ રક્ષાબંધન વચ્ચે ૧૧ ઓગસ્ટથી સીધી ટક્કરના ન્યૂઝ હતા. અક્ષય કુમારની બે ફિલ્મો ઉપરા-છાપરી ફ્લોપ ગઈ છે ત્યારે તેની બે ફિલ્મોએ મોટી ટક્કર ઝીલવાની છે. જેને જાેતાં કહી શકાય કે ૨૦૨૨ના વર્ષના બિઝીએસ્ટ સ્ટારમાં ભલે અક્ષય કુમારનો સમાવેશ થતો હોય, પરંતુ સફળતાની સીડીઓ ચડવાનું તેમના માટે અઘરું છે.
