Maharashtra

બોલિવુડના દિગ્ગજ અભિનેતા દિલીપકુમારની પ્રથમ પુણ્યતિથિએ તેમના વિશે જાણો

મુંબઈ
બોલિવુડ ફિલ્મના અભિનેતા દિલીપ કુમારની આજે પ્રથમ પુણ્યતિથિ છે. એક વર્ષ પહેલા દિલીપકુમારે દુનિયાને અલવિદા કહ્યું હતું. જ્યાં સુધી દિલીપ કુમાર જીવતા હતા ત્યાં સુધી તેઓ હિન્દી સિનેમાના દિગ્ગજ ગણાતા હતા અને લોકોના દિલમાં તેમના માટે એવો પ્રેમ હતો કે તેઓ મૃત્યુ પછી પણ અમર રહ્યા. અભિનેતા દિલીપ કુમારે અમારાથી અલગ થયાને આખું વર્ષ થઈ ગયું છે. આજે પણ ચાહકો તેમને યાદ કરીને નારાજ થઈ જાય છે, તો કલ્પના કરો કે સાયરા બાનુનું શું થશે, જે તેમના જીવનની દરેક ક્ષણ તેમની સાથે વિતાવતા હતા. સાયરા બાનુએ એક પત્ર લખ્યો છે જેમાં તેમણે પોતાના દિલની લાગણી વ્યક્ત કરી છે. આ પત્રમાં સાયરા બાનુંએ જણાવ્યું કે આજે પણ તે દિલીપ સાહેબને તેમના બેડ પર શોધે છે. સયરાબાનું જ્યારે સુવાનો પ્રયત્ન કરે ત્યારે તેમને દિલીપ કુમારની યાદ આવે છે ત્યારે તેઓ પોતાનો ચહેરો ઓશીકાથી ઢાંકે છે અને તે વિચારીને સૂવાનો પ્રયાસ કરે છે કે જ્યારે તેઓ આંખો ખોલશે ત્યારે તેમની સામે દિલીપ કુમાર હશે. દિલીપ કુમાપ તરીકે જાણી આ અભિનેતાનું નામ મહંમદ યુસુફ ખાન હતું. તેમનો જન્મ ૧૧ ડિસેમ્બર ૧૯૨૨ના રોજ થયો હતો. તેઓ ૭ જુલાઈ ૨૦૨૧ના રોજ સ્વગવાસ સિધારી ગયા હતા. દિલીપ કુમાર “ટ્રેજેડી કિંગ” તરીકે પણ જાણીતા હતા. સત્યજીત રાયે તેમને “ંરી ેઙ્મંૈદ્બટ્ઠંી દ્બીંર્રઙ્ઘ ટ્ઠષ્ર્ઠંિ” તરીકે ઓળખાણ આપી હતી. દિલીપકુમાર સૌપ્રથમ અભિનેત્રી કામિનિ કૌશલ સાથે પ્રેમમાં હતાં, પણ તેઓ તેણીના લગ્ન તેની સ્વર્ગવાસી બહેનનાં પતિ સાથે થવાથી પરણી ન શક્યા. ત્યારબાદ તેઓ મધુબાલા સાથે પ્રેમ સંબંધોમાં હતા પરંતુ પરિવારના વિરોધના કારણે તેમના લગ્ન ના થઇ શક્યા. ૧૯૬૬માં અભિનેત્રી અને સૌદર્યં સામ્રાજ્ઞી સાયરા બાનુ સાથે તેમને લગ્ન કર્યા, દિલીપ કુમારથી ૨૨ વર્ષ નાના હતા છે સાયરાબાનું. તેઓએ ૧૯૮૦માં અસ્મા સાથે બીજા લગ્ન કર્યા પણ આ લગ્ન વધુ સમય ટક્યા નહીં. દિલીપ કુમારે તેમણે પોતાની કારકિર્દીની શરુઆત ૧૯૪૪માં ‘જ્વાર ભાટા’ નામની ફિલ્મથી કરી હતી. તેમની કારકિર્દી ૬ દાયકાઓ સુધી ચાલી. દિલીપ કુામારે ૬ દાયકામાં ૬૦ ફિલ્મો કરી. દિલીપ કુમારે ૧૯૪૯માં ‘અંદાજ’, ૧૯૫૨માં ‘આન’, ૧૯૫૫માં ‘દેવદાસ’, ૧૯૫૫માં ‘આઝાદ’, ૧૯૬૦માં ‘મુગલ-એ-આઝમ’, ૧૯૬૧માં ‘ગંગા જમના’માં અભિનય કર્યો. દિલીપ કુમારને ૧૯૯૪માં દાદા સાહેબ ફાળકે અને ૧૯૯૮માં પાકિસ્તાનના સર્વોચ્ચ પારિતોષિક નિશાન-એ-ઇમ્તિઆઝ એનાયત કરવામાં આવ્યા હતા. ૧૯૫૨માં ફિલ્મ ‘દાગ’ માં કરેલા અભિનયના કારણે સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર મળ્યો. ૧૯૫૫માં ફિલ્મ ‘દેવદાસ’, ‘આઝાદ’, ‘નયા દોર’માં કરેલા અભિનયના કારણે સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર મળ્યો. ‘કોહિનૂર’, ‘લીડર’, ‘રામ ઓર શ્યામ’, ‘અશ્વિની કુમાર’ ફિલ્મોમાં અભિનય માટે સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર મળ્યો. દિલીપ કુમાર રાજ્ય સભાના સભ્ય તરીકે એક સત્ર માટે ચૂંટાયા હતા.

File-01-Page-29.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *