મુંબઈ
સલમાન ખાનના વિવાદિત શૉ બિગ બૉસના કંટેસ્ટન્ટ સાજિદ ખાનની મુશ્કેલીઓ દિવસે ને દિવસે વધી રહી છે. મીટૂના આરોપી સાજિદ ખાનને બિગ બૉસમાં જાેઇને ઘણી એક્ટ્રેસીસ શૉના મેકર્સ અને હોસ્ટ સલમાન ખાન પર પણ ભડાસ કાઢી રહી છે. તેમનું કહેવું છે કે મીટૂના આરોપીને આ પ્રકારનું પ્લેટફોર્મ ન મળવું જાેઇએ. હવે ભોજપુરી એક્ટ્રેસ રાની ચેટર્જી પણ ખુલીને સામે આવી છે અને તેણે પણ સાજિદ ખાન પર ગંભીર આરોપ લગાવ્યા છે. હાલમાં જ રાનીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે સાજિદે તેની સાથે પણ ગંદી હરકત કરવાનો પ્રયાસ કર્યો છે. તેણે આ ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, તેને ઘરે બોલાવીને સાજિદે પગ બતાવવા કહ્યું હતું. આટલું જ નહીં તેણે રાનીને તેની બ્રેસ્ટ સાઇઝ પણ પૂછી હતી. તેણે કહ્યું કે બિગ બૉસ શૉને લઇને તેને ગુસ્સો આવે છે. કનિષ્કા સોની, દેવોલીના ભટ્ટાચાર્જી, મંદાના કરીમી, ઉર્ફી જાવેદ બાદ હવે ભોજપુરી એક્ટ્રેસ રાની ચેટર્જીએ સાજિદ ખાનની ગંદી હરકતોની પોલ ખોલી છે. હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં રાનીએ કહ્યું, હવે તેને બિગ હૉસ શૉ જાેઇને ગુસ્સો આવે છે. હેરેસમેંટ પર વાત કરતાં રાનીએ કહ્યું- હિંમતવાલા ફિલ્મ દરમિયાન મેં સાજિદ ખાનની ટીમ સાથે વાત કરી હતી. તે બાદ સાજિદે મને કૉલ કરીને કહ્યું કે, મને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરવો જાેઇતો હતો. તે બાદ તેણે મને મળવા માટે ઘરે બોલાવી અને કહ્યું કે આ એક ફોર્મલ મીટીંગ છે, તેથી હું એકલી જ આવું. તેણે પોતાની વાત આગળ વધારતા કહ્યું, મને લાગ્યું કે બોલીવુડનો આટલો મોટો ડાયરેક્ટર મને બોલાવી રહ્યો છે તો હું એકલી જ તેના ઘરે પહોંચી ગઇ. મુલાકાત દરમિયાન તેણે કહ્યું કે, તે મને ‘ધોખા-ધોખા’ સોન્ગ માટે કાસ્ટ કરવા માંગે છે. મે લોન્ગ સ્કર્ટ પહેર્યુ હતું તો તેણે મને પગ બતાવવા કહ્યું. મને લાગ્યું કે આવું જ થતું હશે તો મેં મારુ સ્કર્ટ ઘૂંટણ સુધી ઉઠાવ્યું. રાની ચેટર્જીએ પોતાની વાત આગળ વધારતા કહ્યું, હું ખૂબ જ ડરેલી હતી. પછી તેણે મારા બ્રેસ્ટની સાઇઝ પૂછી તો હું ગભરાઇ ગઇ. પછી તે કહેવા લાગ્યો કે, તારો કોઇ બોયફ્રેન્ડ છે કે નહીં, સેક્સ કેટલી વાર કરે છે. આવી વાતો સાંભળીને હું અસહજ થવા લાગી. પછી હું એટલી ગભરાઇ ગઇ કે હું તરત જ ત્યાંથી નીકળી ગઇ. રાનીએ જણાવ્યું કે સાજિદે તેને ગંદી રીતે સ્પર્શ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.


