આ બાબતે ફરીયાદ કરીશતો જાનથી મારી નાખવાની ધમકી આપી…
શહેરમાં થોડા દિવસ પહેલા ચેઇનની ચિલઝડપની ઘટના બની હતી..
ઊના – ઊના શહેરમાં આવારા લુખ્ખા તત્વો બેફામ બની ગયા હોય તેમ લુંટ, ચિલઝડપ જેવી ઘટનાઓ વધતા લોકોમાં ભયનો માહોલ ફેલાયેલ છે. ત્યારે ગત રાત્રીના સમયે ઉના કંસારી ગામ નજીક આવેલ બાયપાસ રોડ પર બાઇક પર ત્રણ યુવાનો પસાર થતાં હતા. ત્યારે બે શખ્સો દ્રારા બાઇક રોકાવી હતી. અને નીચે ઉતારી તેમની પાસે રહેલ પૈસાની માંગણી કરતા સેના પૈસા આપુ તેવુ કહેતા ઉશ્કેરાઇ ગયેલા બન્ને શખ્સોએ લોખંડના પાઇપ તેમજ લાકડા વડે પગના ભાગે બે યુવાનોને મારમારી ગંભીર ઇજા કરી હતી. આ અંગે યુવાનો પોલીસમાં બે શખ્સો વિરૂધ લૂંટ અને જ્ઞાતિપ્રત્યે હડધુત કર્યાની ફરીયાદ નોધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ ઉનામાં રહેતા રઘુ રવિ બાંભણીયા તેમજ રવિ બાંભણીયા આ બન્ને પિતા-પુત્ર કંસારી ગામ પાસે બાયપાસ રોડ પર ઉભા હોય ત્યારે સામતેર ગામે રહેતા અને મજુરી કામ કરતા ભાણજીભાઇ જીવાભાઇ ચૈહાણ તેવો ઉના ગોલ્ડન સીટીમાં સંજયભાઇ ભગવાનભાઇ બાંભણીયાના ઘરે લાદી તોડવા માટે મજુરી કામે આવેલ હોય અને કામ પૂર્ણ થતા પરત ઘરે સામતેર ગામે જવા માટે નિતીનભાઇ સોલંકી અને જય સોલંકી બન્ને યુવાનો સામતેર ગામે મુકતા જતા હતા. એ દરમિયાન કંસારી ગામ પાસે બાયપાસ રોડ પર પિતા-પુત્ર બન્નેએ બાઇક રોકાવી નીચે ઉતરી જાવ કહેલ અને તમારી પાસે પૈસા કે બીજી કોઇ વસ્તુ હોય તે આપી દો તેમ કહેતા યુવાને સેના પૈસા માંગે છે તેમ કહેતા ઉશ્કેરાઇ ગયેલા બન્ને રધુ અને રવિ પિત-પુત્રએ લોખંડના પાઇપ અને લાકડી વડે મારમારી જમણા પગમાં ગંભીર ઇજા પહોચતા નીચે પડી જતાં ભાણજીભાઇના ખિસ્સામાં રહેલા મજુરી કામના રૂ.૧૮૦૦ તેમજ નિતીન પાસેથી રહેલા રૂ.૭૫૦ આમ કુલ રૂ. ૨૫૫૦ ની લૂંટ કરી જ્ઞાતિ પ્રત્યુ હડઘુત કરી જો આ બાબતે ફરીયાદ કરીશ તો તને અને તારી સાથેના માણસોને જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાથી બન્ને શખ્સો નાશી છુટ્યા હતા.
આમ અગાઉ પણ આ શખ્સો દ્રારા ભૂતકાળમાં નામાંકિત ડોક્ટરના પુત્રને પણ મારમાર્યો હોય લૂંટ, મારામારી જેવા ગુન્હામાં સંડોવાયેલ હોવા છતાં આવા લુખ્ખા તત્વો બેફામ બની જતાં સામાન્ય પ્રજામાં ભારે રોષ ઉઠવા પામેલ છે. આ અંગે ભાણજીભાઇ જીવાભાઇ ચૈહાણએ પોલીસમાં ફરીયાદ નોધાવતા લૂંટ તેમજ એટ્રોસીટી સહીતનો ગુન્હો નોધાવતા પોલીસે આ શખ્સોને પકડી પાડવા ચક્રગતિમાન કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે..
બોક્ષ્ – શહેરમાં થોડા દિવસ પહેલા ચિલઝડપની ઘટના બની હતી.
ઊના શહેરમાં રામનગર ખારા વિસ્તારમાં જતા રસ્તા પર આવેલ રેલ્વે પાટા નીચે ગનારા પાસે એક યુવાન બાઇક પર પોતાના ઘરે જતા હતા. એ વખતે ત્રણ અજાણ્યા શખ્સો દ્રારા મોઢે બાંધી બાઇક ચાલકની આંખમાં ઘુળ છાંટતા નીચે પડી ગયેલા ત્યારે ત્રણ શખ્સો એ યુવાનના ગળામાં પહેરેલ ચેનની ચિલઝડપ કરી નાશી છુટ્યા હતા. પરંતુ આ વિસ્તારમાં અંધારૂ હોય અને યુવાનની આંખમાં ધુળ છાંટેલ હોય જેથી આંખમાં ન દેખાતા છતાં પણ પોતાનો ચેઇન પકડી રાખેલ તેમ છતાં ત્રણ શખ્સો દ્રારા યુવાનના ગળામાંથી ચેઇનની ચિલઝડપ કરી હાથમાં આવેલ અડધો ચેઇન લઇ નાશી છુટ્યા હતા. આ બાબતની યુવાને પોલીસમાં જાણ કરવા છતાં આજ દિનસુધી કોઇ ફરીયાદ કે અજાણ્યા શખ્સો પોલીસને હાથ લાગ્યા નથી.
