મુંબઈ
મલાઈકા અરોરા માટે ખૂબ જ ખરાબ દિવસ હતો. જે પુણેમાં એક ફેશન ઈવેન્ટમાં હાજરી આપવા જતા મલાઈકાની કારને ખોપોલી એક્સપ્રેસ વે પર અકસ્માત નડ્યો અને આ અકસ્માત ત્રણ વાહનોની વચ્ચે થયો હતો. જેમાં અભિનેત્રીની કાર પણ હતી. આ દુર્ઘટનામાં મલાઈકાને સામાન્ય ઈજા થઈ હતી. ત્યારબાદ તેને એપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. હાલમાં જ મલાઈકાની બહેન અમૃતાએ આ અકસ્માત બાદ મલાઈકાની હેલ્થ અપડેટ આપી છે. મીડિયા સાથે વાત કરતાં અમૃતાએ કહ્યું, ‘મલાઈકા હવે સ્વસ્થ થઈ રહી છે. તે થોડા સમય માટે ઓબ્ઝર્વેશનમાં રહેશે’. અગાઉ એપોલો હોસ્પિટલ્સે મલાઈકા હેલ્થ અપડેટ જાહેર કર્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે, ‘મલાઈકાને કપાળ પર નાની ઈજાઓ છે. સીટી સ્કેનમાં બધુ બરાબર છે. હાલ તેઓ ઠીક છે. અકસ્માત સમયે મલાઈકા તેના રેન્જ રોવર ગાડીમાં હતી. તેમની કાર બે વાહનો વચ્ચે ફસાઈ ગઈ અને અકસ્માત થયો. ખોપોલી પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર હરેશ કાલસેકરે જણાવ્યું હતું કે, અમને ત્રણેય કારના રજિસ્ટ્રેશન નંબર મળી ગયા છે અને હવે અમે ખરેખર શું થયું તે સમજવા માટે માલિકોનો સંપર્ક કરીશું. મલાઈકા અરોરાના અંગત જીવનમાં તે બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર સાથે રિલેશનશિપમાં છે. ૨૦૧૭માં અરબાઝ ખાનથી છૂટાછેડા લીધા બાદ તે અર્જુનને ડેટ કરી રહી છે. બંને અવાર-નવાર સોશિયલ મીડિયા પર કપલ ગોલ્સ આપતા રહે છે. ‘છૈયા છૈયા’, ‘મુન્ની બદનામ હુઈ’ જેવા ઘણા હિટ ગીતોમાં જાેવા મળેલી મલાઈકા હાલમાં ડાન્સ રિયાલિટી શોને જજ કરી રહી છે.


