Maharashtra

મહારાષ્ટ્રમાં ૨૧૦૦ કરોડના રોડ પ્રોજેક્ટને નિતીન ગડકરીએ મંજૂરી આપી

મહારાષ્ટ્ર
કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ, હાઈવે અને શિપિંગ મંત્રી નીતિન ગડકરીએ મહારાષ્ટ્ર સાથે સંબંધિત ૨૧૦૦ કરોડના રોડ પ્રોજેક્ટ્‌સને મંજૂરી આપી છે. તેમણે ટ્‌વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. આ મંજૂર થયેલા કામોમાં પરભણી, નાંદેડ, ગઢચિરોલી અને બારામતીના હાઈવેનું કામ સામેલ છે. ગડકરીએ એક પછી એક ટ્‌વીટ કરીને માહિતી આપી છે કે કયા રોડ પ્રોજેક્ટ માટે કેટલા કરોડનું ફંડ મંજૂર થયું છે. આ પૈકી, અંદેવાડી ટેકરીથી દેશમુખ ચોક અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૧૬૦ના ધવન પાટીલ ચોક (બારામતી) થી ફલટન સુધીનો ૩૩.૬૫ કિમીનો રસ્તો છે. આ ફોર-લેન રોડ માટે પુનઃસ્થાપન અને અપગ્રેડેશન (પેવ્ડ શોલ્ડર સહિત) માટે કુલ ૭૭૮.૧૮ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઢવલીથી ગઢચિરોલીના નેશનલ હાઈવે-૯૩૦ પર ઢવલીથી રાજાેલી, પાંધશાલાથી મોહડોંગરી, અંબેશિવણી ફાટાથી બોદલી અને મેડ તુકુમથી ગઢચિરોલીના ૨૮ કિમી હાઇવેના ૨ન્ ઁજી/૪ લેન પર પુનર્વસન અને અપગ્રેડેશન માટે ૩૧૬.૪૪ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. દ્ગૐ-૭૫૨ ૐ ના ચીખલી-દાભડી-તલેગાંવ-પાલ ફાટાના ૩૭.૨૬૦ કિલોમીટરના રસ્તાનું ૨-લેન, એ જ રીતે, ૪-લેનમાં (પેવ્ડ શોલ્ડર સહિત) પુનર્વસન અને અપગ્રેડેશન માટે ૩૫૦.૭૫ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. એ જ રીતે, દ્ગૐ-૫૪૩ ભમ્હાપુરી-વડસા-કુરખેચા-કોરચી-દેવરી-આમગાંવ રોડ અને લેધારી બ્રિજના નિર્માણ માટે ઈઁઝ્ર મોડ પર ૧૬૩.૮૬ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. તેવી જ રીતે, કુરખેડા શહેરના હયાત હાઇવેને ૪ લેનમાં પુનર્વસન અને અપગ્રેડેશન કરવા, શંકરપુર – ગુરનુલી વિભાગમાં ૨-લેન રોડ અને નાલું અને સતી નદી પર પુલનું કામ થવાનું છે. આ સિવાય મહારાષ્ટ્રમાં દ્ગૐ-૭૫૩ ૐ પર ભોકરદનથી કુંભારી ફાટા અને રાજુરથી જાલના સુધીના ૨૬.૦૭ કિલોમીટરના રસ્તાને ૨-લેન અને ૪-લેનમાં પુનર્વસન અને અપગ્રેડ કરવા માટે ૨૯૧.૦૭ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, દ્ગૐ-૧૬૧છ ના મુદખેડથી નાંદેડ-ભોકર-હિમાયતનગર-કિનવાટ અને માહુર-અરણી રોડના ૨-લેન અને ૪-લેન (પેવ્ડ શોલ્ડર સહિત)માં પુનર્વસન અને અપગ્રેડેશનના કામ માટે ૨૦૬.૫૪ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના જાહેર બાંધકામ મંત્રી અશોક ચવ્હાણે કેન્દ્રીય મંત્રીનો આભાર માન્યો છે. નાંદેડ જિલ્લાના રસ્તાના કામ માટે ૨૦૬.૫૪ કરોડ રૂપિયાનું ફંડ મંજૂર થવાને કારણે અશોક ચવ્હાણે ટિ્‌વટ કરીને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનો આભાર માન્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *