નેચરલ ગેસના ઓપ્શન્સમાં પ્રારંભના ત્રીજા દિવસે રૂ.82.90 કરોડનું ઉચ્ચતમ કામકાજઃ સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદાના ભાવમાં સીમિત સુધારોઃ કોટનમાં નરમાઈનો માહોલઃ કપાસ, મેન્થા તેલ, રબર પણ ઘટ્યાઃ સીપીઓમાં વૃદ્ધિઃ બુલડેક્સ ફ્યુચર્સમાં 45 પોઈન્ટ, મેટલડેક્સ ફ્યુચર્સમાં 268 પોઈન્ટ અને એનર્જી ઈન્ડેક્સમાં 348 પોઈન્ટની મૂવમેન્ટ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 1,12,052 સોદાઓમાં કુલ રૂ.11,449.38 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના જાન્યુઆરી વાયદામાં 45 પોઈન્ટ, બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ફેબ્રુઆરી વાયદામાં 268 પોઈન્ટની અને એનર્જી ઈન્ડેક્સના ફેબ્રુઆરી વાયદામાં 348 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
દરમિયાન, 19 જાન્યુઆરીને બુધવારના રોજ એમસીએક્સ પર મેટલડેક્સના વાયદામાં રૂ.400.59 કરોડનું રેકોર્ડ ટર્નઓવર નોંધાયું હતું. આ સાથે જ નવા શરૂ થયેલા નેચરલ ગેસના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં તેના પ્રારંભના ત્રીજા જ દિવસે રૂ.82.90 કરોડનાં 2011 લોટ્સ એટલે કે 25,13,750 એમએમબીટીયૂનું ઉચ્ચતમ કામકાજ થયું હતું, જે દર્શાવે છે કે ટ્રેડરો હવે ઈન્ડેક્સ અને ઓપ્શન્સમાં વિશેષ રસ દાખવી રહ્યા છે. નેચરલ ગેસના ઓપ્શન્સમાં 1393 લોટ્સ (17,41,250 એમએમબીટીયૂ)નો નોંધપાત્ર ઓપન ઈન્ટરેસ્ટ હતો.
ગુરૂવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં એમસીએક્સ પર ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, 1,669 સોદાઓમાં રૂ.157.13 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 419 સોદાઓમાં રૂ.33.35 કરોડનાં 465 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 1,082 સોદાઓમાં રૂ.110.27 કરોડનાં 1,206 લોટ્સ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 168 સોદાઓમાં રૂ.13.51 કરોડનાં 173 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,250 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 1,636 લોટ્સ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 196 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જાન્યુઆરી વાયદો 14,326ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,362 અને નીચામાં 14,317ના સ્તરને સ્પર્શી, 45 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 26 પોઈન્ટ વધી 14,347ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ ફેબ્રુઆરી વાયદો 18,160ના સ્તરે ખૂલી, 268 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 263 પોઈન્ટ વધી 18,311ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે એનર્જી ઈન્ડેક્સનો ફેબ્રુઆરી વાયદો 6,498 ખૂલી, 348 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 30 પોઈન્ટ ઘટી 6,256ના સ્તરે બોલાયો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર 17,265 સોદાઓમાં રૂ.1,808.41 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.387.21 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.65.72 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે બિનલોહ ધાતુઓમાં રૂ.2.60 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,327.44 કરોડનાં 20,18,900 બેરલ્સ તેમ જ નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.25.44 કરોડનાં 7,95,000 એમએમબીટીયૂનાં કામકાજ થયાં હતાં.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 46,325 સોદાઓમાં કુલ રૂ.2,757.88 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.48,379ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.48,431 અને નીચામાં રૂ.48,310 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.16 વધી રૂ.48,393ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.29 વધી રૂ.38,790 અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.2 વધી રૂ.4,820ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.64,502 ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.64,732 અને નીચામાં રૂ.64,385 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.240 વધી રૂ.64,645 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.231 વધી રૂ.64,829 અને ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.217 વધી રૂ.64,812 બોલાઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં 21,436 સોદાઓમાં કુલ રૂ.1,655.98 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,370ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,411 અને નીચામાં રૂ.6,340 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.3 વધી રૂ.6,394 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.5 ઘટી રૂ.299.20 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝમાં 3,870 સોદાઓમાં રૂ.432.62 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.2,010.50ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.2010.50 અને નીચામાં રૂ.2010.50 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.16 ઘટી રૂ.2,010.50 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર જાન્યુઆરી વાયદો 100 કિલોદીઠ રૂ.16,450ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.16,500 અને નીચામાં રૂ.16,450 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.74 ઘટી રૂ.16,464ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,160ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1160 અને નીચામાં રૂ.1160 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.30 વધી રૂ.1160 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.60 ઘટી રૂ.984.30 અને કોટન જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.510 ઘટી રૂ.36,630 બોલાઈ રહ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 9,318 સોદાઓમાં રૂ.1,432.13 કરોડનાં 2,959.451 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 37,007 સોદાઓમાં કુલ રૂ.1,325.75 કરોડનાં 204.877 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 10,158 સોદાઓમાં રૂ.1,084.46 કરોડનાં 16,99,800 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 11,278 સોદાઓમાં રૂ.571.52 કરોડનાં 1,95,35,000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 1 સોદાઓમાં રૂ.0.08 કરોડનાં 8 ટન અને કોટનના વાયદાઓમાં 3,427 સોદાઓમાં રૂ.414.92 કરોડનાં 111975 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 430 સોદાઓમાં રૂ.16.51 કરોડનાં 166.32 ટન, રબરના વાયદાઓમાં 10 સોદાઓમાં રૂ.0.18 કરોડનાં 11 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 2 સોદાઓમાં રૂ..93 કરોડનાં 80 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 15,333.667 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 464.730 ટન, ક્રૂડ તેલમાં 10,96,900 બેરલ અને નેચરલ ગેસમાં 1,26,98,750 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 160 ટન, કોટનમાં 199500 ગાંસડી, મેન્થા તેલમાં 424.08 ટન, રબરમાં 49 ટન, સીપીઓમાં 36,230 ટનના સ્તરે રહ્યો હતો.
