Maharashtra

યે રિશ્તા ક્યા કહેલાતા હૈનો મોહસીન અનુપમા સીરીયલમાં એન્ટ્રી કરશે

મુંબઈ
સ્ટાર પ્લસ પર આવતા રૂપાલી ગાંગુલીના નંબર વન શો ‘અનુપમા’ને અનેરી વજાનીએ અલવિદા કહી દીધું છે. તેણે શો છોડવાનો ર્નિણય લીધો છે. દર્શકોમાં આ સીરિયલને લઇને દરેક પાત્ર માટે પ્રેમ પણ એટલો જ છે, ત્યારે સીરીયલમાં મુક્કુ જેવા ખૂબ જ ચંચળ અને અને ભોળા પાત્રના જવાથી સીરિયલ પર શું ઇફેક્ટ પડે છે? તે જાેવાની રહી. જાે કે, હજુ સુધી આ બાબતે અનેરી વજાનીએ કોઇ સત્તાવાર ઘોષણા કરી નથી. અનેરી વજાની ‘અનુપમા’ શો છોડીને બોલિવૂડના શ્રેષ્ઠ નિર્દેશક રોહિત શેટ્ટીના સ્ટંટ રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી ૧૨’નો ભાગ બનવા માટે જઇ રહી છે. રિપોર્ટ અનુસાર, અનેરી આ શોને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. રોહિત શેટ્ટી સાથેના શો દ્વારા તે નવી વસ્તુઓ શોધવા અને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવાનું મન બનાવી લીધું છે. તે ‘ખતરો કે ખિલાડી ૧૨’ માટે તૈયાર છે. મોહસીન ખાન ‘અનુપમા’ના સેટ પર જાેવા મળ્યો હતો. આ સિવાય ‘અનુપમા’ના શૂટિંગ સેટ પરથી એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેમાં યે રિશ્તા ક્યાકેહલાતા હૈ, ફેમ મોહસિન ખાન કુર્તા પાયજામા પહેરીને અનેરી વજાની સાથે પોઝ આપતો જાેવા મળે છે. જેથી લોકો અનુમાન લગાવી રબહ્યાં છે કે, અનુપમા શોમાં મોહસિન ખાનની એન્ટ્રી થઇ શકે છે. અહી ઉલ્લેખનિય છે કે, હાલ આ સીરિયલમાં અનુપમા અને અનુજ કાપડિયાના લગ્ન થઇ રહ્યાં છે, શુટીંગના સેટ પરથી અનેરી અને મોહસિનનો ફોટો વાયરલ થઇ રહ્યો છે.ટીવીનો નંબર વન શો ‘અનુપમા’ દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય છે, દર્શકો એક પણ એપિસોડ મિસ નથી કરતા. આ શો ના દરેક પાત્ર આ સીરિયલ માટે એટલા જ મહત્વના છે. સ્ટાર પ્લસ પર પ્રસારિત થતી આ સિરિયલની લોકપ્રિયતા વધી રહી છે. આ શોમાં રોજેરોજ કેટલાક નવા ટિ્‌વસ્ટ અને ટર્ન લાવવા માટે મેકર્સ કંઈક એવું કરે છે જેને જાેઈને દર્શકો દંગ રહી જાય છે. આ દરમિયાન શોને લઈને ટ્‌વીસ્ટ જાણવા મળ્યો છે, પહેલો ટિ્‌વસ્ટ એ છે કે, શોમાં માલવિકાનું પાત્ર ભજવી રહેલી અભિનેત્રી અનેરી વજાની ટૂંક સમયમાં શોને અલવિદા કહેવા જઈ રહી છે. જ્યારે બીજી બાજુ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’નો ફેમ મોહસીન ખાન ‘અનુપમા’માં એન્ટ્રી કરવાનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *