Maharashtra

સોની લિવની નવી સીરિઝ નિર્મલ પાઠક કી ઘર વાપસી

મુંબઈ
ઓટીટીનુ દુનિયામાં હાલમાં ગ્રામ્ય કહાનીઓનો જમાવડો લાગ્યો છે. આ ક્રમમાં સોની લિવની નવી સીરિઝ ર્નિમલ પાઠક કી ઘર વાપસી છે. ર્નિમલ પાઠક જ્યારે ૨૪ વર્ષ પછી પોતાના પૈતૃક ગામ બિહારમાં આવે છે તો કેવી રીતે તે ગામની દુનિયાથી ઉત્સાહ અને પીડા અને મુશ્કેલીઓનો સામનો કરે છે. બિહારના એક નાનકડા ગામમાં જ્યારે ર્નિમલ પાઠકની શહેરમાંથી વાપસી થાય છે તો તેનુ સ્વાગત એક સ્ટારની જેમ થાય છે. પરિવાર અને ગામમાંથી સમ્માન મેળવીને ર્નિમલ પાઠક એક તરફ જ્યાં પોતાનુ કદ વધેલુ જુએ છે ત્યાં જાતિ પ્રથા, ભેદભાવ અને ઉંચ-નીચના વિચારો જાેઈને આશ્ચર્ય પણ પ્રગટ કરે છે. પોતાની વિચારધારાથી તે ગામની જડોમાં સમાયેલ જાતિવાદ, લિંગવાદ, પિતૃસત્તાને ખતમ કરવા માટે કેવી સ્થિતિનો સામનો કરે છે તેની આસપાસ ફરે છે ર્નિમલ પાઠક કી ઘર વાપસી. શું ર્નિમલ પાઠક પોતાની જન્મભૂમિમાં ફેરફાર લાવી શકશે આ વિચારને દર્શાવે છે આ સીરિઝ. એક ગંભીર કહાની હોવા છતાં પણ ર્નિમલ પાઠકના પાત્રો અને પરિવાર ભાવુકતા, હાસ્ય અને મનોરંજનની સફરે લઈ જશે. આ સીરિઝમાં મહિલા સશક્તિકરણ, જનસંખ્યા, નિયંત્રણ, અંધ વિશ્વાસ, દહેજપ્રથા અને ગામના રાજકારણને એક જ પાણીમાં ભેળવીને સ્વાદ અનુસાર પીવડાવવાની કવાયત કરી છે. ૫ એપિસોડની સીરિઝમાં ગ્રામીણ ભારતની હકીકતને ચરિત્ર કરવામાં આવી છે. લેખક રાહુલ પાંડેનુ લેખન સ્ક્રીન પર દેખાય છે. મરાઠી સિનેમાનો મોટો ચહેરો વૈભવ તત્વવાદીએ ર્નિમલ પાઠકની ભૂમિકા સાથે પૂરો ન્યાય કર્યો છે. વિનીત કુમાર, પંકજ ઝા, કુમાર સૌરભ તેમના પાત્રોને નિભાવે છે. અભિનેત્રી અલકા અમીન પણ વાર્તાને અનુકૂળ છે. પટકથા હૃદયને સ્પર્શી જાય છે જે વાર્તાને સંપૂર્ણ રીતે ખીલવાની તક આપે છે. સંવાદોમાં ગામડાની સુગંધ ઓગળતી સંભળાય છે. રાહુલ પાંડે અને સતીશ નાયર દ્વારા નિર્દેશિત, આ વેબ સિરીઝમાં સક્ષમ કલાકારોની લાંબી યાદી છે. વૈભવ તત્વવાદી, આકાશ માખીજા, વિનીત કુમાર, પંકજ ઝા, ગરિમા સિંહ અને ઈશિતા ગાંગુલી મુખ્ય ભૂમિકામાં છે. શા માટે જાેવી – ર્નિમલ પાઠકનુ ઘરે પરત ફરવુ એ ગામના મેઘધનુષ્યના રંગોની સાથે સમાજ માટે દર્પણ છે. ર્નિમળ પાઠકનુ ગામ અને પરિવાર મનમાં વસી જશે. વન ઈન્ડિયા ગુજરાતી તરફથી સીરિઝ માટે ૩ સ્ટારનુ રેટિંગ.

India-Entertainment-Review-Sony-Liv-Web-Series-nirmal-pathak-ki-ghar-wapsi.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *