મુંબઈ
કેઆરકે છેલ્લી ફિલ્મ ‘વિક્રમ વેધા’ની સમીક્ષા કરશે. જાેકે, આ પહેલા પણ કેઆરકેએ કહ્યું હતું કે, આમિર ખાન અને કરીના કપૂર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ તેની છેલ્લી ફિલ્મ હશે, જેની તે સમીક્ષા કરશે. હવે કેઆરકેએ પોતાનું નિવેદન બદલી નાખ્યું. જેલમાંથી બહાર આવ્યા બાદ કેઆરકે પોતાના ટિ્વટને કારણે ફરીથી છવાયા છે. કેઆરકે દાવો કરી રહ્યો છે કે, તે હૃતિક રોશનની ‘વિક્રમ વેધા’ પછી કોઈ ફિલ્મની સમીક્ષા નહીં કરે. બોલિવૂડના ઈતિહાસમાં તેઓ સૌથી મોટા ટીકાકાર રહ્યા છે, પરંતુ આ લોકોએ તેમને જેલના હવાલે કર્યા હતા. કેઆરકેએ ટ્વીટ કરીને બોલિવૂડના લોકો પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. કેઆરકેએ ટ્વીટ કરીને લખ્યું, “ૈં ઊેંૈં્,. હું વિક્રમ વેધાની સમીક્ષા કરીશ, જે છેલ્લી સમીક્ષા હશે. મારા રિવ્યુ પર વિશ્વાસ રાખનારા તમામ લોકોનો આભાર. તમે બધાએ મને બોલિવૂડનો સૌથી મોટો વિવેચક બનાવ્યો છે. હું બોલિવૂડના ઈતિહાસનો સૌથી મોટા વિવેચક રહ્યો છું. બોલિવૂડના તે બધા લોકોનો આભાર કે જેમણે મને વિવેચક તરીકે પસંદ નથી કર્યો અને મને પ્રગતિ કરવાની તક આપી નથી. હું રિવ્યું કરવાનું છોડી દઉ માટે તમે લોકોએ જ મારા વિરુદ્ધ કેસ બનાવ્યા અને મને જેલને હવાલે કર્યો.” જણાવી દઈએ કે, કેઆરકેએ આ પહેલા આમિર ખાન અને કરીના કપૂર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ માટે પણ આવું જ કહ્યું હતું. તેણે કહ્યું હતું કે આ તેની છેલ્લી ફિલ્મ હશે. પરંતુ ‘વિક્રમ વેધા’ની ફરીથી સમીક્ષા કરવા વિશે વાત કરવી ખૂબ જ અજીબ લાગે છે. આખરે, જે કેઆરકેની છેલ્લી ફિલ્મ હશે, તેના વિશે આપણે તો શું તેમને પણ નહિં ખબર હોય. કમાલ આર ખાનનો વર્ષ ૨૦૨૦માં નોંધાયેલા કેસમાં મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. કેઆરકે પર સોશિયલ મીડિયા પર ધર્મ વિશે વિવાદાસ્પદ ટિ્વટ કરવાનો આરોપ હતો. કેઆરકે વિરુદ્ધ ફરિયાદ યુવા સેનાના સભ્ય રાહુલ કનાલે કરી હતી. માહિતી અનુસાર, એફ.આઈ.આર નોંધાયા બાદ ૨૦૨૦માં કમાલ આર ખાન વિરુદ્ધ લુકઆઉટ નોટિસ આપવામાં આવી હતી. કેઆરકે પર એવો પણ આરોપ છે કે, તેઓએ દિવંગત અભિનેતા ઋષિ કપૂર અને ઈરફાન ખાન પર અપમાનજનક ટ્વીટ્સ પોસ્ટ કર્યા હતા. કમાલ આર ખાનની મલાડ પોલીસે આઈ.પી.સી ૧૫૩ એ છ, ૨૯૪,૫૦૦, ૫૦૧,૫૦૫, ૬૭/૯૮ એક્ટ હેઠળ ધરપકડ કરી હતી. આ પછી કેઆરકેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. તેને ૧૪ દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં પણ મોકલવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં તેને બંને કેસમાં જામીન મળી ગયા હતા.


