મુંબઈ
બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી શબાના આઝમીને પણ કોરોના થયો છે. શબાના આઝમીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ દ્વારા ચાહકોને આ વિશે માહિતી આપી હતી. શબાના આઝમીએ તેની એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ચાહકોને તેના સ્વાસ્થ્યની અપડેટ આપી છે. તેણે પોતાનો ફોટો શેર કરીને તેના કોરોના સંક્રમિત થવાના સમાચાર આપ્યા છે. અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું- હું આજે કોવિડ પોઝિટિવ થઇ છું. મારી જાતને અલગ કરી દીધી છે. જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેઓને વિનંતી છે કે તેઓ પોતાનો ટેસ્ટ કરાવે. જ્યારથી શબાના આઝમીના કોરોના પોઝિટિવ હોવાના સમાચાર સામે આવ્યા છે. ત્યારથી તમામ સેલેબ્સ અને ચાહકો તેના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. દિવ્યા દત્તાએ લખ્યું- શબાના જી જલ્દી સ્વસ્થ થાઓ. એકતા કપૂર, સોની રાઝદાન, મનીષ મલ્હોત્રા સહિત ઘણા સેલેબ્સ તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે. તે જ સમયે, બોની કપૂર જાવેદ અખ્તરને લઈને ચિંતિત છે. બોની કપૂરે કોમેન્ટમાં લખ્યું- કૃપા કરીને જાવેદ સાહબથી દૂર રહેજાે.


