Maharashtra

ક્રૂડ તેલનો વાયદો સપ્તાહ દરમિયાન રૂ.228ના ઉછાળા સાથે ઉંચામાં રૂ.8,494ના સ્તરને સ્પર્શ્યો

સોનાના વાયદાના ભાવમાં રૂ.363 અને ચાંદીમાં રૂ.1,132ની નરમાઈઃ કોટન, રબરના વાયદામાં વૃદ્ધિઃ મેન્થા તેલ ઢીલુઃ બુલડેક્સ વાયદામાં 497 પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 29 એપ્રિલથી 5 મેના સપ્તાહ દરમિયાન 2,310,411 સોદાઓમાં કુલ રૂ.203,616.80 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના મે વાયદામાં 497 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 854,307 સોદાઓમાં કુલ રૂ.50,021.61 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.51,499ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.51,879 અને નીચામાં રૂ.50,481ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.363 ઘટી રૂ.50,899ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.264 ઘટી રૂ.40,894 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.31 ઘટી રૂ.5,092ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.51,600ના ભાવે ખૂલી, રૂ.236 ઘટી રૂ.51,155ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો 1 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.64,150ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.64,710 અને નીચામાં રૂ.61,570ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ. 1132 ઘટી રૂ.62,785ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ. 2182 ઘટી રૂ.62,684 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.2,181 ઘટી રૂ.62,703 બંધ થયો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 76,301 સોદાઓમાં રૂ.13,555.17 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ મે વાયદો 1 કિલોદીઠ રૂ.9.55 ઘટી રૂ.243.95 અને જસત મે વાયદો રૂ.21.95 ઘટી રૂ.331ના ભાવ થયા હતા. આ સામે તાંબુ મે કોન્ટ્રેક્ટ રૂ.25.05 ઘટી રૂ.762.15 અને નિકલ મે કોન્ટ્રેક્ટ રૂ.213.6 ઘટી રૂ.2,336.40 તેમ જ સીસું મે કોન્ટ્રેક્ટ રૂ.1.10 ઘટી રૂ.184ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 6,00,468 સોદાઓમાં કુલ રૂ.57,297.61 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ મે વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.8,070ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.8,494 અને નીચામાં રૂ.7,689ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે 1 બેરલદીઠ રૂ.228 વધી રૂ.8,265 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ મે વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.129.60 વધી રૂ.666 બંધ થયો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 6,205 સોદાઓમાં રૂ.825.16 કરોડનાં કામકાજ થયા હતા. કોટન મે વાયદો 1 ગાંસડીદીઠ રૂ.45,810ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.47,060 અને નીચામાં રૂ.45,300ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,170 વધી રૂ.46,540ના સ્તરે પહોંચ્યો હતો. રબર મે કોન્ટ્રેક્ટ 100 કિલોદીઠ રૂ.16,958ના ભાવે ખૂલી, રૂ.93 વધી રૂ.17267 બંધ થયો હતો. મેન્થા તેલના વાયદાઓમાં મે કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.9.80 ઘટી રૂ.1076.50 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 153,635 સોદાઓમાં રૂ.24,496.51 કરોડનાં 47,949.534 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 700,672 સોદાઓમાં કુલ રૂ.25,525.10 કરોડનાં 4,015.407 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 233,683 સોદાઓમાં રૂ.21,849.18 કરોડનાં 27,061,100 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 366,785 સોદાઓમાં રૂ.35,448 કરોડનાં 589847500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 5,494 સોદાઓમાં રૂ.792.35 કરોડનાં 172250 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 703 સોદાઓમાં રૂ.32.67 કરોડનાં 303.12 ટન, રબરના વાયદાઓમાં 8 સોદાઓમાં રૂ.0.14 કરોડનાં 8 ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 16,986.226 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 730.997 ટન, ક્રૂડ તેલમાં 752200 બેરલ અને નેચરલ ગેસમાં 12018750 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 100725 ગાંસડી, મેન્થા તેલમાં 471.96 ટન, રબરમાં 2 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન 7372 સોદાઓમાં રૂ.593.96 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 7,369 સોદાઓમાં રૂ.593.64 કરોડનાં 8,107 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 2 સોદાઓમાં રૂ.0.21 કરોડનાં 2 લોટ્સ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 1 સોદાઓમાં રૂ.0.11 કરોડનાં 1 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે બુલડેક્સ વાયદામાં 1,142 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 3 લોટ્સ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 1 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ મે વાયદો 14,793ના સ્તરે ખૂલી, 497 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 208 પોઈન્ટ ઘટી 14,536ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર 765758 સોદાઓમાં રૂ.81,323.29 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.7,720 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.509.15 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.60,753.71 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.12,337.44 કરોડનાં કામકાજ થયાં હતાં.

 

 

સપ્તાહના ટોપ-10 વધનાર વાયદા કોન્ટ્રેક્ટ્સ
એમસીએક્સ કોન્ટ્રેક્ટ પાકતી તારીખ ભાવનું એકમ બંધ (રૂ.) આગલો બંધ (રૂ.) વધઘટ (રૂ.) ફેરફાર (%)
નેચરલ ગેસ  25-05-22 1 એમએમબીટીયૂ 666 536.4 129.6 24.16
નેચરલ ગેસ  27-06-22 1 એમએમબીટીયૂ 672.7 544.7 128 23.50
નેચરલ ગેસ  26-07-22 1 એમએમબીટીયૂ 659.7 560.3 99.4 17.74
ક્રૂડ તેલ  17-06-22 1 બેરલ 8171 7937 234 2.95
ક્રૂડ તેલ  19-05-22 1 બેરલ 8265 8037 228 2.84
કોટન  31-05-22 1 ગાંસડી 46540 45370 1170 2.58
ક્રૂડ તેલ  19-07-22 1 બેરલ 8080 7885 195 2.47
કોટન  30-06-22 1 ગાંસડી 46500 45380 1120 2.47
રબર  31-05-22 100 કિલો 17267 17174 93 0.54
ગોલ્ડ-પેટલ  29-07-22 1 ગ્રામ 5161 5165 -4 -0.08

 

સપ્તાહના ટોપ-10 ઘટનાર વાયદા કોન્ટ્રેક્ટ્સ
એમસીએક્સ કોન્ટ્રેક્ટ પાકતી તારીખ ભાવનું એકમ બંધ (રૂ.) આગલો બંધ (રૂ.) વધઘટ (રૂ.) ફેરફાર (%)
નિકલ  31-05-22 1 કિલો 2336.4 2550 -213.6 -8.38
જસત  31-05-22 1 કિલો 330.55 352.5 -21.95 -6.23
જસત  30-06-22 1 કિલો 329.05 349.3 -20.25 -5.80
એલ્યુમિનિયમ  30-06-22 1 કિલો 244.8 255.3 -10.5 -4.11
એલ્યુમિનિયમ  31-05-22 1 કિલો 243.95 253.5 -9.55 -3.77
ચાંદી  05-07-22 1 કિલો 62336 64580 -2244 -3.47
ચાંદી-માઈક્રો  30-06-22 1 કિલો 62703 64884 -2181 -3.36
ચાંદી-મિની  30-06-22 1 કિલો 62684 64866 -2182 -3.36
ચાંદી  05-09-22 1 કિલો 63043 65204 -2161 -3.31
ચાંદી-મિની  31-08-22 1 કિલો 63432 65602 -2170 -3.31

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *