છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આદિવાસી ડુંગરાભીલ સમાજના લોકોનું મિશનરીઓ દ્વારા ખ્રિસ્તી ધર્મ અપનાવવાનું અભિયાન ચલાવવા માં આવી રહ્યું છે..તેને અટકાવવા માટે આજે આદિવાસી સમાજના લોકો એકત્ર થઈને નસવાડી મામલતદારને લેખિત રજુઆત કરી છે.. ખ્રિસ્તી ધર્મ અપનાવતા પોતાની સંસ્કૃતિ છોડી મૂકે છે..આદિવાસી સંસ્કૃતિ અને રીત રિવાજોનું નાશ થતા આવનાર સમયમાં અનેક મુશ્કેલી આવશે..કાયદાકીય પ્રોસેસ વિનાજ આદિવાસીઓ હિન્દુઓ ખ્રિસ્તી ધર્મ અપનાવે છે..આગામી સમયમાં મિશનરીઓ દ્વારા ડુંગર વિસ્તારમાં મીટીંગ આયોજન થયું છે તેને અટકાવવા આદીવાસી આગેવાનો અને સંતોની માંગ છે..
છોટાઉદેપુર જિલ્લામાં ખાસ કરીને નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગામોમાં અત્યારે મિશનરિયો દ્વારા લોકોને લોબ લાલચ આપીને આદિવાસી હિન્દૂ માંથી ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે અભિયાન ચલાવે છે..આને અટકાવવા માટે અત્યારે આદિવાસી વિસ્તારના લોકો લોકો જાગૃત થયા છે..આવનાર સમયમાં આદિવાસી લોકોની સંસ્કૃતિ આજે આવેદન પત્ર આપ્યું છે..આગામી સમયમાં ખ્રિસ્તી ધર્મ દ્વારા સાસ્કૃતિ પ્રોગ્રામ થવાનો છે તેને અટકાવવાની પણ માંગ થઈ છે..
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


