Maharashtra

તેજસ્વી પ્રકાશે બિગ બોસ-૧૫ની ટ્રોફી જીતી

મુંબઈ
તેજસ્વીએ બિગ બોસની ટ્રોફી સાથે ૪૦ લાખ રૂપિયા પણ જીત્યા છે. ખરેખર, બિગ બોસના વિજેતાની જીતની રકમ ૫૦ લાખ હતી, પરંતુ નિશાંત ભટે ૧૦ લાખ સાથે રમત છોડી દીધી હોવાને કારણે હવે વિજેતાને ૪૦ લાખ મળશે. બિગ બોસ ૧૫ના ઘરમાં પ્રવેશતા પહેલા જ તેજસ્વી પ્રકાશે કહ્યું હતું કે તેને હારવું પસંદ નથી. તેઓએ શરૂઆતમાં જે કહ્યું હતું તે કર્યું છે અને આ શોમાં તેઓએ માત્ર ટ્રોફી અને ૪૦ લાખ જીત્યા નથી, પરંતુ એક બીજાશોનો કોન્ટ્રાક્ટ પણ જીત્યો છે. ટૂંક સમયમાં જ તેજસ્વી પ્રકાશ કલર્સ ટીવી અને એકતા કપૂરની પ્રખ્યાત ફ્રેન્ચાઇઝી નાગીનમાં લીડ રોલ ભજવતી જાેવા મળશે. તેણે ગ્રાન્ડ ફિનાલે દરમિયાન આપેલા પરફોર્મન્સમાં પોતાના લૂકની પહેલી ઝલક દેખાડી છે. સલમાન ખાનથી લઈને બધાએ પણ તેજસ્વીને આ નવા શો માટે અભિનંદન પાઠવ્યા હતા. એટલે કે, બિગ બોસ પૂર્ણ થયા બાદ તેજસ્વી પ્રકાશ કોઈપણ વિરામ વિના તેના નવા શોના શૂટિંગમાં વ્યસ્ત થઈ જશે. આવી સ્થિતિમાં તેના અને કરણ કુન્દ્રાના સંબંધોનું શું થશે તે જાેવું રસપ્રદ રહેશે. તેજસ્વી પ્રકાશની જીતે સાબિત કરી દીધું છે કે દેશની ફેવરિટ પુત્રવધૂ અને દીકરીઓ સામે કોઈ સ્પર્ધક ટકી શકે તેમ નથી. ટીવીની દિકરી રાગિણી તરીકે સિરિયલ સ્વરાગિનીથી તેજસ્વીએ કરિયરની શરૂઆત કરી હતી અને ત્યારથી લોકોએ તેને ઘણો પ્રેમ આપ્યો છે. બિગ બોસની ઘણી સીઝનમાં એવું જાેવામાં આવ્યું છે કે ટીવી એક્ટ્રેસોને હંમેશા વોટિંગમાં ફાયદો થાય છે. તેજસ્વી પ્રકાશ હોય કે સિમરનો રોલ કરનારી દીપિકા હોય કે પ્રેરણાનો રોલ નિભાવનારી શ્વેતા તિવારી હોય બિગ બોસનો ઈતિહાસ રહ્યો છે કે માત્ર ટીવી એક્ટ્રેસ જ ટ્રોફી જીતે છે.

Tejashvi-Prakash-BigBoss-15-Winner.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *