Maharashtra

નીરજ ચોપરા લૉરિયસ એવોર્ડ માટે નોમિનેટ

મુંબઈ
ભારત માટે ટ્રેક એન્ડ ફિલ્ડમાં આ પ્રથમ ગોલ્ડ રહ્યો હતો. નીરજ ચોપરાએ બીજા પ્રયાસમાં ૮૭.૫૮ મીટર દૂર સુધી જ્વેલીન થ્રો કર્યો હતો. આ પ્રતિષ્ઠિત એવોર્ડ માટે નોમિનેટ થયેલા ચોપરાએ જણાવ્યું કે, ટોક્યોમાં પ્રાપ્ત કરેલી ઉપલબ્ધિની વિશ્વના રમત ક્ષેત્રમાં વ્યાપક નોંધ લેવામાં આવી છે તેનાથી હું ગૌરવ અનુભવું છું. ભારતના એક નાનકડા ગામડાંમાંથી આવતો છોકરો, જે ફક્ત વજન ઉતારવા માટે રમતને અપનાવે છે અને બાદમાં તે ઓલિમ્પિકમાં મેડલ પણ જીતે છે. મારી સફર ખૂબજ રસપ્રદ રહી છે. પહેલા દેશ માટે મેડલ જીતવો અને ત્યારબાદ વિશ્વના અન્ય ખેલાડીઓની સાથે પ્રતિષ્ઠિત લોરિયસ એવોર્ડ માટે નોમિનેટ થવાથી હું વિશેષ લાગણી અનુભવું છું. લીજેન્ડરી ક્રિકેટર સચિન તેંડુલકર અને વિનેશ ફોગાટ બાદ નીરજ ચોપરા લૉરિયસ નોમિનેશન મેળવનાર ત્રીજાે ભારતીય ખેલાડી બન્યો છે. અગાઉ ૨૦૧૯માં વિનેશ ફોગાટ લૉરિયસ વર્લ્‌ડ સ્પોર્ટિંગ કમબેક કેગેટરીમાં નોમિનેટ થવામાં સફળ રહી હતી. જ્યારે સચિન તેંડુલકરે ૨૦૨૦માં લૉરિયસ બેસ્ટ સ્પોર્ટિંગ મોમેન્ટ ઈન ધ લાસ્ટ ૨૦ યર્સનો એવોર્ડ જીત્યો હતો. ંૈટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરા ૨૦૨૨ના લૉરિયસ એવોર્ડ માટે નામાંકિત થયો છે. ચોપરાનું બુધવારે વર્લ્‌ડ બ્રેકથ્રૂ ઓફ ધ યર માટે નામાંકનું કરાયું હતું. આ સાથે જ શોર્ટ લિસ્ટ કેટેગરીમાં નામાંકિત થનાર તે સૌપ્રથમ ભારતીય બન્યો છે. નીરજ ચોપરા ઉપરાંત રશિયાના ટેનિસ ખેલાડી દાનિલ મેડ્‌વેડેવ, એમ્મા રાડુકાનુ, ફોટબોલર પેડ્રિ, સ્વિમર એરિયન ટિટમસ અને એથ્લીટ યુલિમાર રોજસ પણ આ પ્રતિષ્ઠિત એવોર્ડ માટે નોમિનેટ થયા છે. ભારતના ૨૩ વર્ષના એથ્લીટ નીરજ ચોપરા ટોક્યો ઓલિમ્પિકમાં ટ્રેક એન્ડ ફિલ્ડ ઈવેન્ટમાં જ્વેલીન થ્રોમાં ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીત્યો હતો.

Niraj-Chopra.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *