Maharashtra

નેહા ધૂપિયાએ પતિ અંગદ બેદી સાથેની રોમાન્ટિક ફોટા શેર કર્યા

મુંબઈ
ઘણા દિવસો બાદ બૉલીવુડની હૉટ એક્ટ્રેસ ગણાતી નેહા ધૂપિયાની તસવીરો સામે આવી છે. એક્ટ્રેસ નેહા ધૂપિયા અને તેના પતિ અંગદ બેદી ની રૉમાન્ટિક તસવીરોએ ઇન્ટરનેટનો પારો ચઢાવી દીધો છે. જુઓ હસબન્ડ-વાઇફનો રૉમાન્ટિક મૂડ….. હાલના સમયે કેટલાય બૉલીવુડ સ્ટાર વેકેશન એન્જૉય કરવા માટે માલદીવ નીકળ્યા છે. આમાનુ એક છે નેહા ધૂપિયા અને અંગદ બેદી. સમુદ્ર કિનારે સુહાના મૌસમમાં કપલે રોમાન્સ કર્યો છે. નેહા ધૂપિયા પોતાના પતિ પર પ્રેમ વરસાવતી દેખાઇ રહી છે. નેહા ધૂપિયા અને અંગદ સાથે બહુજ સુંદર લાગે છે, ફેન્સ પણ આ તસવીરો પર ખુબ કૉમેન્ટ અને લાઇક્સ કરી રહ્યાં છે.નેહા ધૂપિયા, અંગદ બેદીની ઉંમરથી મોટી છે, પણ વિચાર અને વિમર્શનુ સ્તર બન્નેનુ બરાબર છે, આ કારણે જ બન્નેની લાઇફ એકદમ સરળ છે. નેહા ધૂપિયા માલદીવમાં એન્જૉય કરી રહી છે, ત્યાંથી કેટલાક વીડિયો અને તસવીરો તેને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. નેહા ધૂપિયા અને અંગદ બે બાળકોના માતા-પિતા છે, અને બહુજ પ્રેમાળ છે.૨૦૦૨માં નેહા ધૂપિયાએ મિસ ઇન્ડિયાનો ખિતાબ જીત્યો હતો, આ ઉપલબ્ધિને તાજેતરમાં જ ૨૦ વર્ષ પુરા થઇ ગયા છે, આખા પરિવારે આનો જશ્ન મનાવ્યો હતો.

File-01-Page-29.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *