મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 23થી 29 ડિસેમ્બરના સપ્તાહ દરમિયાન 27,61,952 સોદાઓમાં કુલ રૂ.2,02,725.05 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.79,526.11 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.1,22,926.39 કરોડનો હતો.
સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 7,99,316 સોદાઓમાં કુલ રૂ.40,696.12 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.54,517ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.55,365 અને નીચામાં રૂ.54,441ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.450 વધી રૂ.54,971ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.406 વધી રૂ.44,148 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.85 વધી રૂ.5,433ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.54,089ના ભાવે ખૂલી, રૂ.576 વધી રૂ.54,642ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.68,821ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.70,335 અને નીચામાં રૂ.68,201ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1247 વધી રૂ.69,767ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1162 વધી રૂ.69,690 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1,133 વધી રૂ.69,673 બંધ થયો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે સપ્તાહ દરમિયાન 77,255 સોદાઓમાં રૂ.12,543.68 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.0.20 ઘટી રૂ.207.55 અને જસત ડિસેમ્બર વાયદો રૂ.3.60 વધી રૂ.268ના ભાવ થયા હતા. આ સામે તાંબુ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.10.10 વધી રૂ.722.40 તેમ જ સીસું ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.60 ઘટી રૂ.187ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન એમસીએક્સ પર 416,100 સોદાઓમાં કુલ રૂ.26,153.01 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.6,499ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,729 અને નીચામાં રૂ.6,381ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે 1 બેરલદીઠ રૂ.38 વધી રૂ.6,473 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.51.40 ઘટી રૂ.375.90 બંધ થયો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 2,106 સોદાઓમાં રૂ.133.30 કરોડનાં કામકાજ સપ્તાહ દરમિયાન થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલો દીઠ રૂ.139ના ભાવઘટાડા સાથે રૂ.1,584.50 બંધ થયો હતો. કોટન ડિસેમ્બર વાયદો 1 ગાંસડીદીઠ રૂ.29,400ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.29,590 અને નીચામાં રૂ.26,210ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,250 ઘટી રૂ.28,260ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.21.50 વધી રૂ.1007.10 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ સપ્તાહ દરમિયાન, એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.14,252.05 કરોડનાં 26,029.409 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.26,444.07 કરોડનાં 3,809.190 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.9,039.45 કરોડનાં 1,37,78,300 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.17,114 કરોડનાં 42,22,98,750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં રૂ.72.77 કરોડનાં 25,775 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.60.37 કરોડનાં 605.88 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 19,126.167 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 1,023.540 ટન, ક્રૂડ તેલમાં 6,39,100 બેરલ અને નેચરલ ગેસમાં 3,81,43,750 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 15250 ગાંસડી, મેન્થા તેલમાં 488.16 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન બુલડેક્સ વાયદામાં રૂ.272.55 કરોડનાં 3,552 લોટ્સના વેપાર થયા હતા. બુલડેક્સ જાન્યુઆરી વાયદો 15,260ના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન 263 પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે 164 પોઈન્ટ વધી 15,410ના સ્તરે હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન રૂ.1,22,926.39 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.6,120.85 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,203.59 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.84,053.51 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.31,535.35 કરોડનાં કામકાજ થયાં હતાં.
