મુંબઈ
કોરોનાના સમય બાદ આપણી આસપાસ ઘણા ફેરફારો થયા. આ બદલાવ બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં પણ જાેવા મળ્યા. મેકર્સે, શૂટિંગ કરવાથી લઈને મૂવી રિલીઝ સુધીની રીતમાં ઘણા ફેરફારો કર્યા. આ દરમ્યાન કેટલાકે થિયેટરોમાં તેમની ફિલ્મ રિલીઝ કરવા રાહ જાેઈ, જ્યારે કેટલાક નિર્માતાએ મનોરંજન માટે ર્ં્્ (ર્ંદૃીિ ્રી ્ર્ॅ) પર ફિલ્મ રિલીઝ કરી. કોરોનાની અસર થોડી ઓછી થતા જ થિયેટર ફરી છલોછલ થઈ ગયા હતા. ઘણાં નિર્માતાઓએ ફિલ્મોને પહેલા થિયેટરોમાં અને પછી તરત જ ર્ં્્ પર રિલીઝ કરી. પણ હવે આમ નહીં થાય, કારણ કે ફિલ્મ રિલીઝના નિયમોમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. ફિલ્મ પ્રેમીઓને અત્યાર સુધી ર્ં્્ પર ફિલ્મો જાેવા માટે વધારે રાહ જાેવી પડતી ન હતી અને મેકર્સ પણ વધુ નફો કમાતા હતા. પણ હવે આ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ફિલ્મોને ર્ં્્ પ્લેટફોર્મ પર રિલીઝ કરવા થોડી વધુ રાહ જાેવી પડશે, કારણ કે ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટર અને નિર્માતાઓએ ૧લી ઓગસ્ટથી બોલિવૂડ ફિલ્મોને રિલીઝ કરવા નવો નિયમ લાગુ કર્યો છે. કોરોના પેહલા જયારે ફિલ્મને થિયેટરમાં રિલીઝ થયાના ૮ અઠવાડિયા પછી ર્ં્્ પર રિલીઝ કરવામાં આવતી, પણ લોકડાઉન દરમ્યાન, ફિલ્મ ૪અઠવાડિયા પછી જ ર્ં્્ પર સ્ટ્રીમ થવા લાગી. ર્ં્્પર જલ્દી રિલીઝ કરવાથી તે પ્લેટફોર્મ પાસેથી મોટી રકમ મળતી હતી અને નફો વધી જતો. ફિલ્મ નિર્માતાઓએ થિયેટરના ઘટતા બિઝનેસને જાેતા આ ર્નિણય લીધો છે, હવે ફરીથી ૮ અઠવાડિયાનો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. ૧ ઓગસ્ટથી, ઓટીટી પર ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થયાના ૮ અઠવાડિયા પછી જ સ્ટ્રીમ કરવાનો નિયમ લાગુ કરવામાં આવી રહ્યો છે. હવે ઓગસ્ટ મહિનાથી જે પણ ફિલ્મ રિલીઝ થશે તે ૮ અઠવાડિયા પછી જ ર્ં્્ પર સ્ટ્રીમ થશે. તેવામાં જેની દર્શકો ઘણા સામેથી રાહ જાેઈ રહયા હતા તેવી મોટી ફિલ્મો રિલીઝ થવા જઇ રહી છે. ૧૧ ઓગસ્ટે કરીના કપૂર અને આમિર ખાનની ‘લાલ સિંહ ચઢ્ઢા’ સામે અક્ષય કુમારની ફિલ્મ ‘રક્ષા બંધન’ સાથે જ રિલીઝ થવાની છે. સાથે જ સાઉથના સુપરસ્ટાર વિજય દેવરકોંડા અને અનન્યા પાંડેની ‘લિગર’ ૨૫ ઓગસ્ટે અને રણબીરની ‘બ્રહ્માસ્ત્ર’ ૯ સપ્ટેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. આ તમામ ફિલ્મોને ર્ં્્ પર જાેવા માટે દર્શકોએ થિયેટર રિલીઝ થયાના ૮અઠવાડિયા સુધી રાહ જાેવી પડી શકે છે
