Maharashtra

ભગવાન શિવ અને માતા પાર્વતીનો ગેટપ કરનાર સિગારેટ પીતો ફોટો ટિ્‌વટ કર્યો

મુંબઈ
કાલી માં વિવાદને જન્મ આપનારી ફિલ્મ ડાયરેક્ટર લીના મણિમેકલાઇ એ એકવાર ફરીથી વિવાદિત ટ્‌વીટ કર્યુ છે. લીનાએ આ ટ્‌વીટમાં ભગવાન શિવ અને માં પાર્વતી ને ધૂમ્રપાન કરતા બતાવ્યા છે. લીનાના આ ટ્‌વીટ પર લોકો તેને વધુ નિશાન લઇ રહ્યાં છે. લીના મણિમેકલાઇએ ગુરુવારે સવારે ૭.૧૫ વાગે ટ્‌વીટ કરીને એક તસવીર શેર કરી, આ ટ્‌વીટ પર તેને લખ્યું- ક્યાંય બીજે. વળી આ ટ્‌વીટમાં જે તસવીરને લીનાએ શેર કરી છે, તેમાં ભગવાન શિવ અને માં પાર્વતીનો રૉલ પ્લે કરનારા બે શખ્સ સિગારેટ પીતા દેખાઇ રહ્યાં છે. લીનાના આ ટ્‌વીટ પર સામાન્ય લોકોથી લઇને રાજનેતાઓમાં ગુસ્સો જાેવા મળી રહ્યો છે. બીજેપી નેતા શહજાદ પૂનાવાલાએ લીનાના આ ટ્‌વીટ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું કે, આ રચનાત્મક અભિવ્યક્તિ વિશે નહીં પરંતુ આ જાણીજાેઇને ઉકસાવનારો કેસ છે. તેમને આગળ લખ્યું- હિન્દુઓને ગાળો આપવી – ધર્મનિરપેક્ષતા ? હિન્દુ આસ્થાનુ અપમાન- ઉદારવાદ ? લીનાનો હોંસલો માત્ર એટલા માટે વધી રહ્યો છે, કેમ કે તેને ખબર છે કે લેફ્ટ પાર્ટીઓ, કોંગ્રેસ, ટીએમસી તેમને સપોર્ટ કરશે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી મહુઆ મોઇત્રા પર એક્શન નથી લેવામાં આવી, બસ તેના નિવેદનથી દુરી બનાવી લીધી છે. લીના મણિમેકલાઇ તે જ વ્યક્તિ છે, જેને કાલી વિવાદને જન્મ આપ્યો હતો. લીનાએ ફિલ્મ કાળીનું પૉસ્ટર ટ્‌વીટ કર્યુ હતુ. આ ટ્‌વીટમાં માં કાલીને સિગારેટ પીતા બતાવવામાં આવ્યા હતા. લીનાના આ ટ્‌વીટ પર વિવાદને વધતો જાેઇને ટ્‌વીટરના પ્રૉડ્યૂસર ડાયરેક્ટરે લીના મણિમેકલાઇની આ પૉસ્ટને હટાવી દીધી હતી.

File-01-Page-31.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *