Gujarat

ગાંધીનગરની મેડિકલ કોલેજ અને આઈઆઈટીના ૨૬ વિદ્યાર્થીઓને કોરોના તમામ પોઝિટીવ આવેલા વિદ્યાર્થીઓ અમદાવાદની એક પાર્ટીમાં ગયા હોવાનો ખુલાસો થયો છે

ગાંધીનગર
ગાંધીનગરમાં કોરોના વિસ્ફોટ થયો છે. ગાંધીનગરની જીએમઈઆરએસ મેડિકલ કોલેજના ૧૩ અને આઈઆઈટી ગાંધીનગરના ૧૩ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. ય્સ્ઈઇજી મેડિકલના તમામ પોઝિટીવ આવેલા વિદ્યાર્થીઓ અમદાવાદની એક પાર્ટીમાં ગયા હોવાનો ખુલાસો થયો છે. જ્યારે આઈઆઈટી ગાંધીનગરના પણ ૧૩ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. કુલ ૨૬ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા આરોગ્ય વિભાગ દોડતુ થયું છે. બીજી તરફ અમદાવાદ આઈઆઈએમ ઈંસ્ટિટ્યુટમાં ફરી કોરોનાનો પગપેસારો જાેવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસમાં અમદાવાદ આઈઆઈએમમાં દસ વ્યક્તિઓને કોરોના થયો છે. પાંચ જૂલાઈએ છ અને છ જૂલાઈએ ચાર વ્યક્તિઓનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. કોરોના પોઝિટીવ આવેલા તમામને આઈસોલેટ કરવામાં આવ્યા છે દેશમાં કોરોનાના કેસમાં ફરી વધારો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૮,૯૩૦ નવા કેસ નોંધાયા હતા. જ્યારે ૧૪,૬૫૦ દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થયા હતા. તે સિવાય છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૩૫ લોકોના મોત થયા છે. આ સાથે કોરોનાના એક્ટિવ કેસનો આંકડો ૧,૧૯,૪૫૭ પર પહોંચી ગયો છે. દૈનિક પોઝિટિવિટી રેટ ૪.૩૨ ટકા છે. મહારાષ્ટ્રમાં ફરી એકવાર કોરોનાના ત્રણ હજારથી વધુ કેસ નોંધાયા છે. બુધવારે અહી કોરોનાના નવા ૩૧૪૨ કેસ નોંધાયા હતા. મુંબઈમાં ૬૯૫ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. હવે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા ૧૯૯૮૧ પર પહોંચી ગઈ છે. થાણે જિલ્લામાં કોરોનાના ૩૫૮ નવા કેસ નોંધાયા પછી, અહીં કોરોના દર્દીઓની સંખ્યા વધીને ૭,૩૦,૪૨૭ થઈ ગઈ છે.

File-02-Page-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *