મુંબઈ
બોલિવૂડ સુપરસ્ટાર રણબીર કપૂરની આગામી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નું મોસ્ટ અવેડેટ સોન્ગ ‘કેસરિયા’ રિલીઝ થઈ ગયું છે. આ ગીતથી રણબીર અને આલિયા ભટ્ટે ફેન્સને પોતાના દીવાના બનાવી દીધા છે. ફેન્સ ઘણા સમયથી આ ગીતની રાહ જાેઈ રહ્યા હતા. આ ગીતને અરજીત સિંહે ગાયું છે અને પ્રીતમે કમ્પોઝ કર્યું છે. ૪૫ મિનિટમાં આ ગીતને લગભગ ૧૨ લાખથી વધુ લોકો સાંભળી ચૂક્યા છે. ડાયરેક્ટર અયાન મુખર્જીની સ્પેશિયલ ફિલ્મ બ્રહ્માસ્ત્રના કેસરિયા ગીતનું ટીઝર થોડા દિવસ પહેલા રિલીઝ કરવામાં આવ્યું હતું. હવે ફેન્સ માટે મેકર્સે કેસરિયા સોન્ગનું ફૂલ વર્ઝન રિલીઝ કરી દીધું. રણબીર કપૂર અને આલિયાનું આ લવ એંથમ સોન્ગ ધૂમ મચાવશે. કેસરિયા ગીતને સિંગર અરિજીતે અવાજ આપ્યો છે તેમજ લિરિક્સ અમિતાભ ભટ્ટાચાર્યએ લખ્યા છે. હવે જ્યારે બ્રહ્માસ્ત્રનું પહેલું ગીત કેસરિયા રિલીઝ થઈ ગયું છે, ત્યારે ફેન્સ ફિલ્મ બ્રહ્માસ્ત્રની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. બ્રહ્માસ્ત્ર ૯ સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ મલ્ટી સ્ટારર ફિલ્મમાં બોલિવૂડ કલાકાર રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, મૌની રોય, અને સાઉથ સિનેમાના દિગ્ગજ એક્ટર નાગાર્જુન પણ સામેલ છે. આ ફિલ્મથી આલિયા અને રણબીર પહેલી વખતે એક સાથે મોટા પડદા પર જાેવા મળશે.

