મુંબઈ
અશનીર ગ્રોવર એક બિઝનેસમેન અને ભારતીય ફિનટેક કંપની ભારતપેના મેનેજિંગ ડાયરેક્ટરના ભૂતપૂર્વ સહ-સ્થાપક છે. શાર્ક ટેન્ક ઈન્ડિયાથી તેમણે લોકપ્રિયતા મળી અને તેના પછી તેમના કરોડો ફોલોઅવર્સ છે. દરેક વ્યક્તિ તેમને ઓળખે છે. સોશિયલ મીડિયા પર અશનીરનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વાઈરલ વીડિયોમાં તે સલમાન ખાન સાથે સંબંધિત એક કિસ્સો જણાવી રહ્યા છે. અશનીર સલમાનની સાથે સાથે તેના મેનેજરની વર્તણૂકને જણાવતા માર્કેટિંગ ટિપ્સ પણ આપતા જાેવા મળી રહ્યા છે. અશનીરનો આ વીડિયો એક યુનિવર્સિટીમાં સ્પીચ આપતી વખતનો છે. વાઈરલ વીડિયોમાં જાેઈ શકાય છે કે અશનીર ગ્રોવર જણાવે છે કે ૨૦૧૯માં સલમાન ખાનને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે લેવામાં આવ્યો હતો. કોઈ વિચારી પણ નહોતું શકતું કે મારી પાસે બેંકમાં ૧૦૦ કરોડ રૂપિયા પડ્યા હતા. જેનાથી મારે બિઝનેસ શરૂ કરવાનો હતો અને મને ખબર હતી કે કોઈપણ બિઝનેસ શરૂ કરવા માટે તેમાં પૈસાની લેવડદેવડની સાથે બિઝનેસ ઓફ ટ્રસ્ટ હોય છે. અશનીર ગ્રોવરે આગળ જણાવ્યું કે, જાે હું તમારા પર વિશ્વાસ કરું છું તો બિઝનેસ ચાલશે. જાે વિશ્વાસ નહીં કરું તો બિઝનેસ નહીં ચાલે. હવે મારી નાની કંપની હતી, મારે રાતોરાત ટ્રસ્ટ બનાવવાનું હતું. મેં વિચાર્યું કે, સલમાનને એક મેસેજ કરીશ. જ્યારે મેં સલમાનની ટીમનો સંપર્ક કર્યો તો તેઓ કહી રહ્યા હતા કે ૭.૫ કરોડ રૂપિયા લાગશે. અશનીર ગ્રોવરે આગળ જણાવ્યું કે, હું કેલ્ક્યુલેશન કરી રહ્યો હતો, ૧૦૦ કરોડ પડ્યા છે અને ૭.૫ કરોડ તેને આપીશ અને ૧-૨ કરોડની એડ બનશે પછી ટીવી પર પણ આવશે. તમે જેટલો ખર્ચ એડ બનાવવામાં કરો છો, તેનાથી બે ત્રણ ગણો સમય બ્રોડકાસ્ટ કરવામાં લાગે છે. મને લાગ્યું કે ૨૦-૩૦ કરોડનો ખર્ચો છે અને મારા ખિસ્સામાં ૧૦૦ કરોડ પડ્યા છે, પરંતુ મને નહોતી ખબર કે આગળ શું થશે. અશનીર ગ્રોવરે આગળ જણાવ્યું કે, પરંતુ મેં તે જાેખમ ઉઠાવ્યું. મેં સલમાન ખાનને કહ્યું કે ભાઈ થોડું ઓછું કરોને. તે સાઢા ૪ લાખમાં માની ગયો. ત્યારે તેનો મેનેજર બોલ્યો કે સર તમે ભીંડા ખરીદવા આવ્યા છો કે શું? કેટલું ઓછું કરશો? મેં કહ્યું સર પૈસા છે જ નહીં, હું એટલા પૈસા નહીં આપી શકું અને માર્કેટિંગ જરૂરી છે.

