મુંબઈ
જેકલીન ફર્નાન્ડીઝ ગત વર્ષે સુકેશ ચંદ્રશેખરને કારણે ઘણી ચર્ચામાં રહી હતી. તમને જણાવી દઈએ કે, સુકેશ ચંદ્રશેખર પર કરોડોની છેતરપિંડીનો આરોપ છે. તે હાલમાં જેલમાં છે અને તેના કેસની તપાસ ચાલી રહી છે. આ કેસની તપાસ દરમિયાન જેકલીનનું નામ પણ સામે આવ્યુ હતુ. સુકેશે પુછપરછ દરમિયાન જણાવ્યુ હતુ કે, તેણે જેકલીનને કરોડોની ગિફ્ટ આપી છે. આ સમાચાર સામે આવ્યા ત્યારે જ જેકલીન અને સુકેશના કેટલાક ફોટા વાયરલ થયા હતા. વાયરલ તસવીરોમાં બંને એકબીજાની નજીક જાેવા મળ્યા હતા.ત્યારબાદ જેકલીન અને સુકેશ ખુબ ચર્ચામાં આવ્યા હતા. આ મામલો સામે આવ્યા બાદ જેકલીન ઘણા સમયથી કોઈ જાહેર સ્થળ પર જાેવા મળી નહોતી. પરંતુ વેલેન્ટાઈન ડેના દિવસ પર ચાહકોને તેની એક ઝલક જાેવા મળી. અભિનેત્રી તેના મિત્રો સાથે પાર્ટીમાં આવી હતી. આ દરમિયાન તે ખૂબ જ ખુશ જાેવા મળી રહી હતી. જેકલીનની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તાજેતરમાં તે ભૂત પોલીસ ફિલ્મમાં જાેવા મળી હતી જેમાં તેની સાથે સૈફ અલી ખાન, અર્જુન કપૂર અને યામી ગૌતમ લીડ રોલમાં હતા. ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. આ ઉપરાંત જેકલીનનું તાજેતરમાં મુડ મુડ કેપ રિલીઝ થયુ છે જેમાં તેની સાથે હોલીવુડ સ્ટાર મિશેલ મોરોન છે. બંનેની કેમેસ્ટ્રી દર્શકોને ખૂબ જ પસંદ કરવામાં આવી છે. અત્યારે જેકલીનની નજીકની ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે જેમાં બચ્ચન પાંડે, એટેક, વિક્રાંત રોના, સર્કસ અને રામ સેતુનો સમાવેશ થાય છે.


