Maharashtra

સીબીઆઈ ટીમ અનિલ દેશમુખનું નિવેદન નોંધવા જેલ પહોંચી

મહારાષ્ટ્ર
મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ વરિષ્ઠ કોંગ્રેસ પાર્ટી નેતા દેશમુખ હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. ઉલ્લેખનીય છે કે વિશેષ ન્યાયાધીશ આરએન રોકડેએ સોમવારે તપાસ એજન્સી ઝ્રમ્ૈંને આર્થર રોડ જેલમાં દેશમુખનું નિવેદન રેકોર્ડ કરવાની મંજૂરી આપી હતી. સીબીઆઈ અધિકારીઓ આર્થર રોડ જેલ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા પોસ્ટ કરાયેલ જેલ અધિકારીની હાજરીમાં દેશમુખનું નિવેદન રેકોર્ડ કરશે. મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે આરોપ લગાવ્યો હતો કે તત્કાલિન ગૃહ પ્રધાન દેશમુખે મુંબઈના કેટલાક પોલીસ અધિકારીઓને રેસ્ટોરન્ટ અને બારમાંથી દર મહિને ૧૦૦ કરોડ રૂપિયાની ઉચાપત કરવાનું કહ્યું હતું. જાે કે દેશમુખે આ આરોપોને નકારી કાઢ્યા હતા. તમને જણાવવુ રહ્યુ કે પરમબીર સિંહે ઝ્રસ્ ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને આ આક્ષેપો કર્યા હતા. આ પછી ફરિયાદના આ પત્ર સાથે એડવોકેટ જયશ્રી પાટીલે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જે બાદ કોર્ટે ઝ્રમ્ૈંને આ મામલાની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે જાે તેઓને તેમની તપાસમાં એવું કંઈ જણાય છે તો આ કેસમાં હ્લૈંઇ નોંધવામાં આવી શકે છે. વિશેષ ઁસ્ન્છ કોર્ટે મહારાષ્ટ્રના મંત્રી અને દ્ગઝ્રઁ નેતા નવાબ મલિકની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કસ્ટડી ૭ માર્ચ સુધી લંબાવી છે. દાઉદ ઈબ્રાહિમ મની લોન્ડરિંગ કેસમાં નવાબ મલિકની કસ્ટડી ગુરૂવારે પૂરી થઈ હતી. ત્યારે સ્પેશિયલ કોર્ટે તેને વધુ આઠ દિવસ માટે ઈડ્ઢ કસ્ટડીમાં મોકલી દીધા છે. બીજી તરફ નવાબ મલિકે મુંબઈ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને તેમની ધરપકડને ગેરકાયદેસર ગણાવી હતી. જેના પર ૭ માર્ચે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.૧૦૦ કરોડની કથિત ખંડણીના કેસમાં સીબીઆઈ અધિકારીઓ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખનું નિવેદન નોંધવા આર્થર રોડ જેલમાં પહોંચ્યા છે. તમને જણાવી દઈએ કે મુંબઈની એક વિશેષ અદાલતે સીબીઆઈ ને ૧૦૦ કરોડની ખંડણી સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખનું નિવેદન રેકોર્ડ કરવાની મંજૂરી આપી હતી.

Anil-Deshmukh.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *