પંજાબ
શાળાઓમાં ભણતા બાળકોને સ્ટાઈપેન્ડ માટે હવે આધાર કાર્ડ હોવુ જરૂરી છે. ૫ થી ૧૫ વર્ષની વય જૂથના બાળકો માટે આધાર બાયોમેટ્રિક અપડેટ ફરજિયાત છે. એટલા માટે સરકારે આ ફ્રી સુવિધા આપી છે. આ પ્રક્રિયા દરમિયાન સેવા પ્રદાતા મ્ઁઈર્ંને દરરોજનો અહેવાલ આપશે કે કઈ શાળા અને કેટલા વિદ્યાર્થીઓ અપડેટ થયા છે. વળી, શાળાના વડા મશીનો રાખવા માટે યોગ્ય રૂમની વ્યવસ્થા કરશે. જ્યાં ટેબલ, ખુરશીઓ અને ઇલેક્ટ્રિકલ પ્લગની યોગ્ય વ્યવસ્થા હોવી જાેઈએ. આધાર અપડેટ માટે નિયુક્ત કરાયેલા સ્ટાફને સંપૂર્ણ સહકાર સુનિશ્ચિત કરવાનો રહેશે. શાળાઓમાં એક આધાર કીટ વડે એક દિવસમાં લગભગ ૭૦ વિદ્યાર્થીઓના આધાર અપડેટ કરી શકાય છે. તે મુજબ નોડલ શાળાઓને કિટ ઉપલબ્ધ કરાવવામાં આવશે. કુલ વિદ્યાર્થીઓની શાળાવાર સંખ્યા આપવામાં આવશે. જેમાં તે બાળકોનો પણ સમાવેશ થશે જેમના આધાર કાર્ડ જનરેટ થયા નથી. આ યાદી શિક્ષણ વિભાગના ઈ-પંજાબ પોર્ટલ પર શાળાના લૉગ-ઈન પરથી મેળવી શકાય છે. એક શિક્ષકે જણાવ્યુ કે સરકાર દ્વારા દરેક એજ્યુકેશન બ્લૉકને એક કીટ આપવામાં આવશે. જે જરૂરિયાત મુજબ બ્લૉકની તમામ શાળાઓમાં પહોંચાડવામાં આવશે. નોડલ ઓફિસરના જણાવ્યા અનુસાર આ અંગે એક રોસ્ટર તૈયાર કરવામાં આવશે. તેમણે કહ્યુ કે પ્રાથમિક શાળાઓનુ રોસ્ટર ડ્ઢઈર્ં પ્રાથમિક જ્યારે મધ્યમ, ઉચ્ચ અને વરિષ્ઠ માધ્યમિક શાળાઓનું રોસ્ટર ડ્ઢઈર્ં માધ્યમિક દ્વારા તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત ખાનગી શાળાઓ માટે પણ કેટલીક કીટ અલગથી રાખવામાં આવશે. આ યોજના માટે ડ્ઢઁૈં પ્રાથમિક શિક્ષણને રાજ્ય કક્ષાએ નોડલ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જિલ્લા કક્ષાએ પ્રાથમિક અને માધ્યમિક ડીઈઓ, બ્લૉક કક્ષાએ બીપીઈઓને નોડલ ઓફિસરની જવાબદારી સોંપવામાં આવી છે.વિદ્યાર્થીઓને સ્કૂલોમાં જ આધાર કાર્ડ બનાવવા અને અપડેટ કરાવવાની સુવિધા મળશે. આના માટે પંજાબ સરકારના ફૂડ એન્ડ સપ્લાઈ ડિપાર્ટમેન્ટ મેનપાવરની સાથે આધાર કિટ્સ નોડલ ઑફિસોને ઉપલબ્ધ કરાવશે. અધિકારીઓનુ કહેવુ છે કે આ સુવિધાનો લાભ ૫થી ૧૫ વર્ષ સુધીના બાળકો ઉઠાવી શકશે.
