બાડમેર
રાજસ્થાનના બાડમેર જિલ્લામાંથી થોડા દિવસ પહેલા રસ્તાની સાઈડમાં નવજાત બાળકી મળી આવી હતી. ગામ લોકોએ નવજાતને જાેઈ તો, તુરંત પોલીસે સૂચના આપી અને પોલીસની મદદથી તેને હોસ્પિટલમાં ભરતી કરાવી. પોલીસે આ મામલે બાળકીને જન્મ આપનારી સગીર બાળકીની ધરપકડ કરી લીધી છે. તો વળી સગીર બાળકીની માતાને પણ પોલીસે ધરપકડ કરી લીધી અને પૂછપરછ કરી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, જાેઈએ તો, ૨૦ ઓક્ટોબરના રોજ ધોરીમના વિસ્તારમાં રોડ કિનારે નવજાત બાળકી રડતી દેખાઈ હતી. આજૂબાજૂના લોકોએ પોલીસને સૂચના આપી અને બાળકીને હોસ્પિટલમાં ભરતી કરાવી. પોલીસે જ્યારે આ મામલે તપાસ કરી તો જાણવા મળ્યું કે, ૧૭ વર્ષની સગીર છોકરીએ આ બાળકીને જન્મ આપ્યો હતો. ત્યાર બાદ છોકરીના પરિવારે નવજાત બાળકીને રોડ કિનારે છોડી મુકી હતી. આ મામલામાં પોલીસે બાળકીની માતા સગીર બાળકીને પોલીસ સંરક્ષણમાં લઈ આવી. પોલીસે સગીરની માતાને ધરપકડ કરી લીધી. તેની સાથે ડ્રાઈવર અને એક નર્સની પણ પૂછપરછ થઈ રહી છે. પોલીસ તપાસ અધિકારીએ જણાવ્યું છે કે, સગીર બાળકીની નાની ઉંમરમાં લગ્ન થઈ ગયા હતા. તે પોતાના પિયરમાં રહેતી હતી. આ તમામની વચ્ચે નવ મહિનાની પ્રેગ્નેટ થઈ. જ્યારે સગીર બાળકીને પેટમાં દુખાવો થયો, ભાડે ગાડી લઈને સાંચોર ગઈ. આ તમામની વચ્ચે રસ્તામાં જ બાળકીને જન્મ આપી દીધો. બાળકીના જન્મ બાદ સગીર છોકરી અને તેની માતાએ નવજાતને રસ્તા પર ફેંકી દીધી. આ મામલાને લઈને પોલીસ વાહન ચાલક અને નર્સ સાથે પૂછપરછ કરી રહી છે. પોલીસે સગીર માતા અને નવજાતના ડીએનએ ટેસ્ટ કરાવ્યા છે.


