પાંથાવાડા
રાજસ્થાનની મંડાર પોલીસ મંડાર ટોલનાકા પાસે વાહન ચેકિંગમાં હતા. દરમિયાન ઉદયપુરથી આવતી બસને ઉભી રખાવી ચેક કરતા મુસાફર પાસેથી રૂ.૧ કરોડના સ્મેક ડ્રગ્સ સાથે એકને શખ્સને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. રાજસ્થાનની મંડાર પોલીસ ટોલનાકા પાસે વાહન ચેકિંગમાં હતા.દરમિયાન ખાનગી રાહે બાતમી મળેલ કે, ઉદયપુર તરફથી આવતી રાજસ્થાન બસમાં કોઈ મુસાફર ગેરકાયદેસર સ્મેક ડ્રગ્સ (માદક પદાર્થ) લઈને જાલોરના બાડમેર જીલ્લામાં સપ્લાય કરવાનો છે. જેના આધારે મંડાર પોલીસ દ્વારા મંડાર ટોલનાકા પાસે નાકાબંધી કરી તપાસ હાથ ધરી હતી. જ્યાં ઉદયપુરથી સિરોહી જવાની રાજસ્થાનની બસને ઉભી રાખી ચેકિંગ હાથ ધરતા એક મુસાફર શંકાસ્પદ જાેવા મળતા તેને બસમાંથી નીચે ઉતારી તેની પાસે રહેલી સ્કુલ બેગમાં તપાસ કરતાં પ્લાસ્ટિકની થેલીમાં ગેરકાયદેસર ૬૦૦ ગ્રામ કે જેની અંદાજે કિંમત ૧ કરોડનુ સ્મેક (માદક પદાર્થ) મળી આવતા આરોપી સોહનલાલ બિશ્નોઈ (રહે.સાકડ) ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.