Gujarat

ધોરાજીમાં અજાણ્યા શખ્સોએ બે પોલીસકર્મીને માર મરાયો

રાજકોટ
ધોરાજીના રેલવે સ્ટેશન પાસે સ્થાનિક લોકો અને ઝુપડપટ્ટીમાં રહેતા લોકો વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયો હતો. ઉગ્ર બોલાચાલી થતા કોઈએ પોલીસને જાણ કરી હતી. આથી ધોરાજી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પરંતુ અજાણ્યા શખસોએ બે પોલીસ કર્મચારીને માર માર્યો હતો. આથી બંનેને ગંભીર ઇજા પહોંચી હતી. એક પોલીસ કર્મીને કાનમાં ટાકા પણ લેવા પડ્યા છે. બે પોલીસ કર્મચારી પર હુમલો થતા ધોરાજી પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે હુમલો કરનાર શખસો વિરૂદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી. તેમજ સ્થાનિક લોકોની પૂછપરછ પણ હાથ ધરી છે. હુમલાખોર કોણ હતા તે અંગે તપાસ કરી શોધખોળ હાથ ધરી છે.ધોરાજીમાં પોલીસના બે કર્મચારીઓ પર અજાણ્યા શખસોએ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. રેલવે સ્ટેશન પાસે બે જૂથ વચ્ચે ઝઘડો થયો હતો. આથી પોલીસ દોડી ગઈ હતી. પરંતુ અજાણ્યા શખસોએ પોલીસના બે કર્મચારીને માર મારતા કાન, હાથ અને પગના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. આથી બંનેને સારવાર માટે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Two-policemen-were-beaten-by-unknown-persons.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *