ગોરખપુર
ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાની એક મહિલાએ તેના પતિ સામે બળાત્કાર, મારપીટ, દહેજ સહિત બળાત્કારનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. હાલ પોલીસે આ મામલે કેસ નોંધ્યો છે. હ્લૈંઇમાં ચોંકાવનારો આરોપ એવો પણ છે કે પતિની સાથે તેનો મિત્ર પણ મહિલા પર બળાત્કાર ગુજારતો હતો. ખોરાબાર સ્ટેશનના પોલીસના જણાવ્યા મુજબ, જંગલ ચાવરી નામના વિસ્તારમાં રહેતી એક મહિલાએ તેની ફરિયાદમાં જણાવ્યું કે તેનો પતિ તેના મિત્ર સાથે મળી છેલ્લા ૬ મહિનાથી નશાની હાલતમાં ઘરે આવે છે અને તેની સંમતિ વગર તેની સાથે સંબંધ બાંધે છે. આ સાથે તે પોતાના મિત્ર સાથે પણ શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરે છે. તેના વિરોધ કરવા પર તેને માર મારવામાં આવતી આટલું જ નહીં, પતિ તેને જાનથી મારી નાખવાની અને ઘરની બહાર કાઢી મુકવાની ધમકી પણ આપતો હતો. ઉપરાંત તેને દહેજ માટે પણ ત્રાસ આપવામાં આવે છે. પીડિતાએ જણાવ્યું કે આ ઝઘડા માટે ગામમાં પંચાયતની બેઠક પણ થઈ હતી, પરંતુ તેના પતિમાં કોઈ સુધારો થયો ન હતો. ૬ઠ્ઠી જૂને પણ પતિ તેના મિત્ર વિકી સાથે ઘરે આવ્યો, તેને માર માર્યા બાદ બંનેએ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને એ વીડિયો વાયરલ કરવાની ધમકી આપવાનું શરૂ કર્યું હતું. પીડિતાની ફરિયાદના આધારે ખોરાબાર પોલીસ સ્ટેશને આરોપી પતિ સહિત તેના મિત્ર વિરુદ્ધ કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬, ૩૫૪, ૩૭૬, ૪૯૮છ અને ૬૭ આઈટી એક્ટ હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. બીજાે આરોપી બસગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેવાસી છે. હાલ પોલીસ આરોપીઓની ધરપકડ કરી છે. પીડિત મહિલા ખોરાબાર પોલીસ સ્ટેશનથી જિલ્લાના પોલીસ પાસે એફઆઈઆર નોંધવા ગઈ હતી, પરંતુ પોલીસે આનાકાની કરી હતી. દરમિયાન, મહિલા છડ્ઢય્ ઝોન ઓફિસ પર પહોંચી, જ્યાં છડ્ઢય્એ મહિલાને ખાતરી આપી અને તરત જ સ્થાનિક પોલીસને પીડિત મહિલાની હ્લૈંઇ નોંધવા અને આરોપીની ધરપકડ કરવાનો આદેશ આપ્યો.


