ઉત્તરપ્રદેશ
ઉત્તર પ્રદેશના શહેર પ્રયાગરાજમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જ્યાં ધોરણ ૯માં ભણતા એક વિદ્યાર્થીએ પિતાના ઠપકાથી નારાજ થઈને ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. જાણવા મળી રહ્યું છે કે તેમના પિતાએ તેમને મોબાઈલ ગેમ રમવા અંગે ઠપકો આપ્યો હતો. જયારે મોડી રાતે પિતાએ ઠપકો આપ્યો ત્યારે તે નારાજ થઇને પોતાના રૂમમાં ચાલ્યો ગયો હતો અને ત્યાંજ ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. સવારે જયારે દરવાજાે ખુલ્યો નહિ તો ઘરના લોકોને શંકા પડી. દરવાજાે ખખડાવતા જવાબ ન મળ્યો તો ઘરના લોકોએ બારીમાંથી અંદર જાેયું તો હોશ ઉડી ગયા. વિદ્યાર્થીની લાશ પંખે લટકતી હતી. તરતજ પોલીસને જાણ કરવામાં આવી. પોલીસે દરવાજાે તોડીને લાશને કબ્જે કરી અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી. છોકરાના પિતા રઘુનાથ પ્રસાદ ગુપ્તા રેલવેમાં કામ કરે છે અને પરિવાર સાથે કર્નલગંજમાં રહે છે. તેને બે દીકરા છે જેમાં નાનો દીકરો સચ્ચિદાનંદ, બીએચએસ સ્કૂલમાં ધોરણ ૯ માં અભ્યાશ કરે છે. તે ભણવામાં બેધ્યાન બનીને મોબાઈલમાં વિડિઓ ગેમ રમ્યા કરતો હતો. મંગળવાર રાતે જમતી વખતે વિડિઓ ગેમ રમવા બાબતે તેને ઠપકો આપ્યો હતો. ઠપકાથી નારાજ સચ્ચિદાનંદ અંદર રૂમમાં ચાલ્યો ગયો અને દરવાજાે બંધ કરી દીધો. પરિવાર જનોને થયું કે સવાર થતા બધું ઠીક થઇ જશે. આટલી નાની અમથી વાતથી નારાજ દીકરો પોતાનું જીવન સમાપ્ત કરી લેશે એવી ક્યાં ખબર હતી. પરિવાર હજુ પણ ઊંડા આઘાતમાં ગરકાવ છે અને પિતાને લાગે છે કે તેમણે ઠપકો આપ્યો ના હોતતો આવું બનત નહી.

