ઉત્તરપ્રદેશ
રાજ ઠાકરેએ યોગી આદિત્યનાથના આદેશ પર ઉત્તર પ્રદેશમાં લાઉડસ્પીકર પર થયેલી કાર્યવાહી પર તેમનું સમર્થન કર્યું છે. યૂપી પોલીસે ધાર્મિક સ્થળોથી ૬૦૩૧ અનધિકૃત લાઉડસ્પીકરોને હટાવી દીધા અને રાજ્યના ૨૯૬૭૪ સ્થાનો પર લાઉડસ્પીકરનો અવાજ ઓછો કરી દીધો છે. યૂપી સરકારે પ્રશાસન પાસે ૩૦ એપ્રિલ સુધી તે સ્થળોનો રિપોર્ટ માંગ્યો છે જ્યાં લાઉડસ્પીકર વોલ્યૂમના સ્તરને વટાવે છે. મનસે પ્રમુખ દ્વારા મસ્જિદોમાંથી લાઉડસ્પીકરને હટાવવા માટે ઉદ્ધવ ઠાકરે સરકારને ૩ મે સુધીનું અલ્ટીમેટમ આપ્યા પછી લાઉડસ્પીકરને લઇને મહારાષ્ટ્રમાં નવા રાજનીતિક વિવાદમાં રાજ ઠાકરે સૌથી આગળ રહ્યા છે. રાજ ઠાકરેએ ચેતવણી આપી છે કે મસ્જિદો પર લગાવેલા લાઉડસ્પીકર ૩ મે સુધીમાં હટાવી લેવામાં આવે, નહીં તો સ્દ્ગજી મસ્જિદોની બહાર લાઉડસ્પીકર પર ‘હનુમાન ચાલીસા’ વગાડશે. સ્દ્ગજી વડાએ કહ્યું, “લોકો માને છે કે મસ્જિદની ઉપર લાઉડસ્પીકર ધાર્મિક મુદ્દો છે, પરંતુ તે એક સામાજિક મુદ્દો છે. જાે તમારે દિવસમાં પાંચ વખત લાઉડસ્પીકર વગાડવું હોય તો અમે મસ્જિદની બહાર પાંચ વખત ‘હનુમાન ચાલીસા’ વગાડીશું. તેમણે કહ્યું, “હું તમામ હિન્દુ ભાઈઓને તૈયાર રહેવાની અપીલ કરું છું. અમે ૩ મે સુધી રાહ જાેઈશું, જ્યારે રમઝાન સમાપ્ત થશે, પરંતુ જાે તેઓ તેને અટકાવશે નહીં, અને જાે તેઓ માનશે કે તેમનો ધર્મ ન્યાયતંત્ર કરતા મોટો છે, તો અમે જે પણ થશે તે કરીશું. મનસે આ માટે તૈયારી કરી રહી છે. ઠાકરેએ કહ્યું કે સ્દ્ગજી ક્યારેય નથી ઈચ્છતી કે, દેશમાં સાંપ્રદાયિક રમખાણો કે શાંતિ ડહોળાય. તેમણે કહ્યું કે મુસ્લિમ સમુદાયે મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાની માંગને માનવીય દૃષ્ટિકોણથી જાેવી જાેઈએ.મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ ગુરુવારે મહારાષ્ટ્ર સરકાર પર કટાક્ષ કરતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ધાર્મિક સ્થળો પરથી લાઉડસ્પીકર હટાવવા પર અભિનંદન પાઠવ્યા છે. રાજ ઠાકરેએ ટિ્વટર પર કહ્યું કે ધાર્મિક સ્થળો, ખાસ કરીને મસ્જિદો પરથી લાઉડસ્પીડકર હટાવવા માટે હું ખરા દિલથી અભિનંદન પાઠવું છું અને યોગી સરકારનો આભારી છું. દુર્ભાગ્યથી મહારાષ્ટ્રમાં અમારી પાસે યોગી નથી, અમારી પાસે ભોગી (સુખવાદી) છે.