નવીદિલ્હી
ઉત્તર અને દક્ષિણ કોરિયાની આ બોર્ડર ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. બંને દેશોને વિભાજિત કરતી આ બોર્ડર આ બંને દેશો વચ્ચે જાેડાણનું માધ્યમ પણ છે, પરંતુ આ સરહદ વિશ્વના કોઈપણ બે દેશો વચ્ચેની સરહદોમાં સૌથી ખતરનાક માનવામાં આવે છે. આખરે તેની પાછળનું કારણ શું છે? આ બોર્ડર પર લગભગ ૨૫ થી ૩૦ હજાર ઉત્તર કોરિયાના ગાર્ડ દરેક સમયે ઉભા રહે છે. એવું કહેવાય છે કે આ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ સંખ્યામાં ગાર્ડ્સથી ઘેરાયેલી બોર્ડર છે. તે લગભગ ૪ કિલોમીટર પહોળી અને ૨૫૦ કિલોમીટર લાંબી છે, જે ૧૯૫૩થી આ બંને દેશોને વિભાજિત કરી રહી છે. આ સરહદની બંને તરફ અસંખ્ય લેન્ડમાઈન છે જે કોઈપણ શંકાસ્પદ વ્યક્તિના પગ મૂકતાની સાથે જ વિસ્ફોટ થઈ શકે છે. સમગ્ર સરહદ કાંટાળા તારથી ઘેરાયેલી છે. આ બારુદી સુરંગો અને કાંટાળી ઝાડીઓ માત્ર એક જ જગ્યાએ ખાલી છોડવામાં આવી છે. અહીંથી જ બંને દેશોને એકબીજા સાથે આદાનપ્રદાનનો માર્ગ મળે છે. કિમ જાેંગ ઉન પણ આ જ માર્ગે દક્ષિણ કોરિયા પહોંચ્યા છે. ઉત્તર કોરિયાના સૈનિકોને દરેક સમયે કાળા રંગના ચશ્મા પહેરવાનો સ્પષ્ટ આદેશ છે. આ એટલા માટે છે કે કેમ કે, તેમનો ચહેરો જાેનાર કોઈ વ્યક્તિ તેમના હાવભાવ વાંચી ન શકે. આ સાથે જ દક્ષિણ કોરિયાના સૈનિકો અને ત્યાંથી પસાર થનારાઓને ઉત્તર કોરિયાના સૈનિકોને જાેઈને કોઈ વિચિત્ર દેખાવ કે હાવભાવ ન કરવા સૂચના આપવામાં આવી છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આ કરવાથી શું પરિણામ આવશે તો તેઓ જવાબ આપે છે કે ‘કંઈ પણ થઈ શકે છે’. બંને દેશોની બોર્ડર સુધી જવાના માર્ગમાં એક એવો પુલ છે જ્યાંથી કોઈ પાછું આવતું નથી. વાસ્તવમાં ૧૯૫૩માં જ્યારે બંને દેશો વચ્ચે શીતયુદ્ધ સમાપ્ત થયું હતું, ત્યારે આ પુલ દ્વારા બંને દેશના યુદ્ધ કેદીઓને એક દેશમાંથી બીજા દેશમાં મોકલવામાં આવતા હતા. તેને ‘બ્રિજ ઓફ નો રિટર્ન’ કહેવામાં આવે છે. તેનો રસ્તો આજે પણ ખૂબ જ ડરામણો છે.ઉત્તર અને દક્ષિણ કોરિયાના નામમાં ભલે એક શબ્દ કોમન હોય, પરંતુ તેમના સંબંધો ૧૯૪૫થી ખરાબ રહ્યા છે. બીજા વિશ્વ યુદ્ધ પછી કોરિયા ઉપરથી જાપાનની સત્તાનો અંત આવ્યો. ત્યાર બાદ અમેરિકા અને રશિયાએ તેને પોતાના તાબે કરવાના પ્રયત્ન શરૂ કર્યા. બાદમાં તેના કારણે કોરિયાનું વિભાજન થયું. એક ભાગ દક્ષિણ કોરિયા અને બીજાે ઉત્તર કોરિયા બન્યો. એક ઉપર હજુ પણ અમેરિકા (ેંજીછ)નો પ્રભાવ છે. તે લોકશાહી દેશ છે તો બીજા ઉપર રશિયા અને ચીનનો પ્રભાવ છે. ત્યાં કિમ પરિવાર ત્રણ પેઢીઓથી સરમુખત્યારશાહી પરંપરામાં શાસન કરી રહ્યો છે. બંને કોરિયાઈ દેશો વચ્ચે દુશ્મનાવટ એટલી વધારે છે કે તેમની સરહદ રેખા વિશ્વની ખતરનાક સરહદ બની ગઈ છે. આ સીમાને ડ્ઢસ્ઢ એટલે કે ડીમિલિટરાઇઝ્ડ ઝોન કહેવામાં આવે છે.


