ઉતરપ્રદેશ
ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ ભાજપને છેલ્લા બે દિવસમાં એક પછી એક ઝટકો લાગી રહ્યો છે. બુધવારે ઓ.બી.સી નેતા દારા સિંહ ચૌહાણે યોગી આદિત્યનાથની કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું હતું. ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસમાં રાજીનામું આપનારા દારા સિંહ પાર્ટીના છઠ્ઠા નેતા છે. આ દરમિયાન કોંગ્રેસના એક ધારાસભ્ય અને એક સપા ધારાસભ્ય પણ ભાજપમાં જાેડાયા છે. આ સિવાય ભાજપના ધારાસભ્ય અવતાર સિંહ ભડાનાએ પાર્ટીમાંથી રાજીનામું આપીને રાષ્ટ્રીય લોકદળમાં જાેડાયા છે.મંગળવારે મૌર્ય બાદ બીજેપીના તિંદવારીના ધારાસભ્ય બ્રજેશ પ્રજાપતિ, તિલ્હારના ધારાસભ્ય રોશન લાલ વર્મા અને બિલ્હૌરના ધારાસભ્ય ભગવતી સાગરે પણ પાર્ટીમાંથી છેડો ફાડી નાખ્યો હતો.ત્યારે હાલ ચૂંટણી પહેલા ભાજપ પાર્ટીની મુશ્કેલી વધતી જાેવા મળી રહી છે.ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ પહેલા ભાજપની મુશ્કેલી વધતી જાેવા મળી રહી છે. એક બાદ એક ધારાસભ્ય પાર્ટીમાંથી રાજીનામુ આપી રહ્યા છે, શિકોહાબાદના ધારાસભ્ય મુકેશ વર્માએ પણ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા ૩ દિવસમાં ૭ ધારાસભ્યોએ પાર્ટી છોડી દીધી છે. મુકેશ વર્માએ પોતાના રાજીનામામાં પાર્ટી પર દલિતો, પછાત અને લઘુમતીઓને નજરઅંદાજ કરવાનો આરોપ લગાવ્યો છે. શિકોહાબાદના બીજેપી ધારાસભ્ય મુકેશ વર્માએ પોતાના રાજીનામામા લખ્યું છે કે, ભાજપ સરકાર દ્વારા દલિત, પછાત અને લઘુમતી સમુદાયના નેતાઓ પર ધ્યાન આપવામાં આવતુ નથી. સરકારમાં ખેડૂતો, બેરોજગારો અને નાના વેપારીઓની ઉપેક્ષા કરવામાં આવી છે. વર્માએ વધુમાં કહ્યુ કે, સ્વામી પ્રસાદ મૌર્ય તેમના નેતા છે. હાલ એક બાદ એક નેતાઓ ભાજપમાંથી છેડો ફાડી રહ્યા છે.
