Uttar Pradesh

ચિત્રકૂટ માર્ગ અકસ્માતમાં ૬ લોકોના મોત

ઉત્તરપ્રદેશ
ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લામાં માર્ગ અકસ્માતે વિનાશ સર્જાયો હતો. ચિત્રકુટમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં છ લોકોનું મોત નીપજ્યું હતું. જ્યારે ૨ વ્યક્તિને ઇજા થઈ છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મકલી વધુ તપાસ હાથ ધરી હતી. ચિત્રકૂટ જિલ્લાના ઝાંસી-મિરઝાપુર નેશનલ હાઇવેના ભરતકુપ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રસ્તા પર સૂઈ રહેલાગામલોકોને અનિયંત્રિત ટામેટાથી ભરેલા પીકઅપે કચડ્યા હતા. આ અકસ્માતમાં છ ગામલોકોનું મોત નીપજ્યું હતું. તેમાંથી એક સારવારદરમિયાન મૃત્યુ પામ્યો હતો. જ્યારે ૨ ગંભીર રીતે ઘાયલ થયો છે. માહિતી પ્રાપ્ત થતાંની સાથે જ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહોને કબ્જે કરીનેતપાસ શરૂ કરી છે. આ સાથે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ચિત્રકૂટ અકસ્માતમાં છ લોકોના મૃત્યુ અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. આવા સમયે, મુખ્યમંત્રીએ મૃતકના પરિવારોને૨ લાખ અને ઇજાગ્રસ્તોને પચાસ હજાર આપવાની જાહેરાત કરી છે.

File-02-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *