Uttar Pradesh

યુપીમાં લવમેરેજ કરનાર પરિણીતાને સાસરિયાઓએ શરમજનક કૃત્ય કર્યું

ઉત્તરપ્રદેશ
મદનપુર ક્ષેત્રના બેરૂઆર ઘાટ નિવાસી સતીશ કુમાર સિંહે આઠ વર્ષ પહેલા દિલ્હીમાં મોનિકા નામની યુવતી સાથે લવ મેરેજ કર્યા હતા. સતીશ રાજપૂત સમાજનો છે, જ્યારે તેની પત્ની મોનિકા ચૌહાણ સમાજમાંથી આવે છે. સતીશ દિલ્હીમાં ઓનલાઈન શાકભાજી વેચવાનો બિઝનેસ કરતો હતો, જ્યાં તે મોનિકાના સંપર્કમાં આવ્યો હતો. સતીશના પરિવારજનોએ આ લગ્નને મંજૂરી આપી નહોતી, તેમ છતાં સતીશે લવ મેરેજ કર્યા હતા. આ દરમિયાન સતીશનો ભાઈ દિલ્હી આવી ગયો હતો અને તેણે સતીશની પત્ની સાથે ખોટું કામ કર્યું હોવાનો આરોપ મૂક્યો હતો. આ કારણોસર બંને ભાઈઓ વચ્ચે વિવાદ થઈ ગયો હતો. વિવાદોના કારણે સતીશનો કામ ધંધો ખરાબ થઈ ગયો અને સતીશ તેની પત્ની મોનિકાને લઈને ગામડે આવી ગયો હતો. ગામમાં સતીશના પરિવારજનો મોનિકાને હેરાન કરવા લાગ્યા હતા. પરિવારજનો સતીશ પર મોનિકાને છોડી દેવા અને બીજા લગ્ન કરવા પ્રેશર આપી રહ્યા હતા. સતીશ આ વાત માનવા માટે તૈયાર નહોતો. સતીશને છ વર્ષની એક દીકરી છે. આ દરમિયાન ૧૯ જુલાઈની રાત્રે સતીશના પરિવારજનો સતીશ અને મોનિકા પર હેવાન બનીને તૂટી પડ્યા હતા. મોનિકાને દોરીથી બાંધીને ચાકૂ પર હુમલો કર્યો હતો. મોનિકાના પ્રાઈવેટ પાર્ટમાં રોડ અને ડંડો નાખી દીધો હતો. સતીશ ઘરવાળાથી બચીને પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પોલીસને આખી ઘટનાની જાણકારી આપી. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને મોનિકાને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરી હતી. સતીશે આરોપ મુક્યો છે કે, તેના કાકા કિસાન મોરચા મંડળના અધ્યક્ષ છે. આ કારણોસર આરોપીઓની ધરપકડ થઈ નથી. સતીશની પત્ની મોનિકા જણાવે છે કે, તેના પર ખૂબ જ અત્યાચાર કરવામાં આવ્યો છે. તેના દિયરે તેના પ્રાઈવેટ પાર્ટમાં ડંડો અને રોડ નાખ્યો હતો, તેમજ રાખ પણ નાખી પરંતુ રાખ ઠંડી હતી. તેના પર ચાકૂથી હુમલો પણ કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે જીઁ સંકલ્પ શર્મા જણાવે છે કે, આ કેસમાં સાસુ, સસરા તથા અન્ય પરિવારજનો પર ગંભીર આરોપ મુકાયા છે. આ સમગ્ર મામલે કેસ દાખલ કરીને તપાસ કરવામાં આવી રહી છે.ઉત્તરપ્રદેશના દેવરિયા જિલ્લામાં માનવતાને શરમાવતી ઘટના સામે આવી છે. એક મહિલાને તેના સાસુ સસરા, મામા અને દિયરે ખૂબ જ દર્દનાક રીતે ચાકૂ મારીને ઘાયલ કરી હતી. આટલી વાતથી મન ન ભરાતા મહિલાના પ્રાઈવેટ પાર્ટમાં રોડ અને ડંડો નાખી દીધો હતો. જેના કારણે મહિલા બેભાન થઈ ગઈ હતી. મહિલાને હાલમાં જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. મહિલાના પતિએ કહ્યું કે, અમે લવ મેરેજ કર્યા છે. આ વાત ઘરના લોકોને પસંદ નથી. તેની પત્ની અન્ય જાતિની હોવાના કારણે ઘરના લોકો તેને પરેશાન કરે છે. મહિલાના પતિએ તેને અને તેની પત્નીને પરિવારજનોથી બચાવવાની અપીલ કરી છે.

File-02-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *