ઉતરાખંડ
ઉત્તરાખંડના ચમોલીમાં એક ઓવરલોડેડ ગાડી ખીણમાં પડી ગઈ. આ દુર્ઘટનામાં ૧૨-૧૩ લોકોનાં મોત થયા છે. મૃતકોમાં ૨ મહિલા સહિત ૧૦ પુરૂષનો સમાવેશ થાય છે. વાહનમાં લગભગ ૨૧ લોકો સવાર હતા, જેમાં ૨-૩ લોકો છત પર બેઠા હતા. અકસ્માત દરમિયાન છત પર બેઠેલા મુસાફરોએ પોતાનો જીવ બચાવવા કૂદકો માર્યો હતો. જેના કારણે તેમને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ ગાડી જાેશીમઠથી પાલ્લા જખુલા ગામ તરફ જઈ રહી હતી. મીડિયા રિપોર્ટ્સના અનુસાર, બોલેરો મેક્સ વ્હીકલ યુકે (૦૭૬૪૫૩) વાહનમાં લગભગ ૧૬ લોકો સવાર હતા. અકસ્માતને પગલે હાલ રેક્સ્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે અને ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જણાવવામાં આવી રહ્યું છે કે ડ્રાઈવરે કાબૂ ગુમાવતા ગાડી અચાનક ખીણમાં ખાબકી ગઈ. ૨ મહિલા સહિત ૧૦ પુરૂષના મોત થયાની પુષ્ટી કરવામાં આવી છે. જિલ્લા અધિકારી હિમાંશુ ખુરાનાએ જણાવ્યું કે અત્યાર સુધીમાં ૧૨ લોકોનાં મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. પાંચ લોકો ઘાયલ છે, જેમાંથી ત્રણ લોકોને રસ્તા પર લાવવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર ગાડીમાં ૨૧ લોકો સવાર હતા. પોલીસના જણાવ્યા અનુસાર શુક્રવારે બપોરે એક મેક્સ ગાડી મુસાફરો સાથે જાેશીમઠથી કિમાણા ગામ જઈ રહી હતી. લગભગ બપોરે ૩ઃ૩૦ વાગ્યે મેક્સ પલ્લા ગામની નજીક ગાડી રોડ પર આગળ વધતા રિવર્સમાં આવી હતી. કહેવાય છે કે ઓવરલોડિંગને કારણે મેક્સ ટાયરની નીચે મૂકેલા પથ્થરને પાર કરી ગઈ. આ દરમિયાન ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. ત્યાર બાદ મેક્સ ગાડી ૫૦૦ મીટર ઊંડી ખીણમાં પડી ગઈ. તમને જણાવી દઈએ કે ૧૪ નવેમ્બરે પણ ઉત્તરાખંડના સિતારગંજમાં એક મોટો રોડ અકસ્માત સામે આવ્યો હતો. જેમાં ૫૫ બાળકો અને ૬ સ્ટાફને લઈને સ્કૂલ બસ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા. જેમાં એક શિક્ષક અને બે વિદ્યાર્થીઓ સામેલ હતા. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ આ મામલે શોક વ્યક્ત કર્યો હતો. જણાવવામાં આવ્યું હતું કે ૧૪ નવેમ્બરે બાળ દિન નિમિત્તે શાળાના તમામ બાળકો પિકનિક માટે ગયા હતા.


