જલપાઈગુડી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુર્ઘટના બાદ તાત્કાલિક બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે ફોન પર વાત કરી છે. બીકાનેર એક્સપ્રેસ મંગળવારે રાત્રે રાજસ્થાનના બીકાનેરથી રવાના થઈ હતી. ગુરુવારે સવારે ૫.૪૪ વાગ્યે ટ્રેન પટના રેલવે સ્ટેશનથી નીકળી હતી જે બપોરે ૨ વાગ્યે કિશનગંજ પહોંચી હતી. અને ત્યાંથી ગુવાહાટી માટે રવાના થઈ હતી. ભારતીય રેલવેએ હેલ્પલાઈન નંબર ૮૧૩૪૦૫૪૯૯૯ જાહેર કર્યો છે. છદ્ગૈં ન્યૂઝ એજન્સીને એક પીડિત યાત્રિકે જણાવ્યું કે, “એકાએકથી ઝાટકો લાગ્યો અને ટ્રેનની બોગી ઊંધી પડી ગઈ. ટ્રેનના ૨-૪ ડબ્બા સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે.”પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં ગુરુવારે સાંજે ૫ વાગ્યાની આસપાસ એક ટ્રેન પાટા પરથી ઉતરી પડી છે. ગુવાહાટી જઈ રહેલી બીકાનેર એક્સપ્રેસ પાટા પરથી ઉતરી જવાને કારણે જલપાઈગુડીમાં તેના કેટલાંક ડબ્બા ખડી પડ્યા છે. બીકાનેર-ગુવાહાટી એક્સપ્રેસ જલપાઈગુડીના ડોમોહાનીમાં પાટા પરથી ખડી પડી છે. દુર્ઘટનામાં ૩ લોકોના મોત નિપજ્યા છે. જલપાઈગુડી ડ્ઢસ્એ તેની પુષ્ટિ કરી છે. અનેક યાત્રિકો ડબ્બામાં ફસાયા હોવાની આશંકા છે, જેમને બચાવવા માટેનું ઓપરેશન ચાલી રહ્યું છે. અંધારું થઈ જવાને કારણે બચાવ અભિયાનમાં મુશ્કેલી આવી રહી છે.